રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા તેમના પૂર્વ સદસ્યો સ્વ. રોટે. જયસુખ જોગાણી અને સ્વ. રોટે. ભવિન અડાલજાને શ્રદ્ધાંજલિ રૂપે એક વિશિષ્ટ પ્રોજેક્ટ – ‘રોટરી ચબૂતરો’ નું નિર્માણ મૂક-બધિર શાળા, અમરેલીના મેદાનમાં કરવામાં આવ્યું છે. આ યાદગાર પ્રોજેક્ટનું લોકાર્પણ ૧૯મી જુલાઈ ૨૦૨૫ના રોજ તેમના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યો, શાળા સ્ટાફ તથા દાતાઓની ઉપસ્થિતિ રહી હતી. આ ચબૂતરો ન માત્ર પક્ષીઓ માટે આરામદાયક આશરો પૂરો પાડશે, પણ સાથે જ પર્યાવરણપ્રેમ અને સમર્પિત રોટરી ભાવનાનું પ્રતિબિંબ પણ હશે. આ તકે રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરએ તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો છે, જેમના ઉદાર દાન દ્વારા આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. આ ચબૂતરો આજથી ભાવિ પેઢી માટે એક મૂલ્યવાન વારસો બની રહેશે – જ્યાં નિઃશબ્દ શાળાના ગ્રાઉન્ડમાં પક્ષીઓના કલરવનું સંગીત અને પ્રેમભરી યાદો સાથે સંવાદ થશે.







































