રાજસ્થાનના ઉદયપુરના દરજી કન્હૈયાલાલની જેમ જ મહારાષ્ટ્રના અમરાવતીમાં ૨૧ જૂનના રોજ ઉમેશ કોલ્હે નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઉમેશ કોલ્હેની હત્યા એટલે કરવામાં આવી કેમ કે, નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસને એનઆઇએને સોંપી દીધો છે અને હવે એનઆઇએ આ કેસની તપાસ કરશે. આ ઘટનાના સંબંધમાં અત્યાર સુધી કુલ ૭ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
૫ લોકોની પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે શનિવારે પોલીસે બે વધુ શંકાસ્પદોની ધરપકડની પુષ્ટિ કરી હતી. શનિવારે રાતે એનઆઇએ ચલાવનારો કથિત માસ્ટરમાઈન્ડ ૩૫ વર્ષીય ઈરફાન ખાન અને ૪૪ વર્ષીય એક પશુ ચિકિત્સક યુસુફ ખાનની પોલીસે ધરપકડ કરી હતી. ઈરફાન ખાનની નાગપુરથી ધરપકડ કરવામાં આવી, તો યુસુફ ખાનની શુક્રવારે રાતે અમરાવતીથી ધરપકડ કરવામાં આવી હતી. અમરાવતી શહેર પોલીસ કમિશનર આરતી સિંહે ઇરફાનની ધરપકડની પુષ્ટિ કરતા તેને માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે.
પોલીસ કમિશનર આરતી સિંહે કહ્યું કે, અમે તેની એનઆઇએ તેની બેન્કિંગ લેવડ-દેવડની તપાસ કરી રહ્યા છીએ. પોલીસે જણાવ્યું કે, પહેલા ધરપકડ કરવામાં આવેલા પાંચમાંથી ઓછામાં ઓછા ચાર ઈરફાન ખાનના મિત્ર હતા અને તેમણે ઇરફાનના એનજીઓ સાથે સ્વેચ્છાએ કામ કર્યું છે. ઈરફાન ખાન પર આરોપ છે કે, તેણે હત્યાની યોજના બનાવી. શંકાસ્પદોને વિશિષ્ટ કાર્ય સોંપ્યા, વાહન અને રોકડ જેવી સહાયતા પ્રદાન કરી. ઘટનાની સીસીટીવી ફૂટેજ પણ આવી ગઈ છે.
સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે મૃતક ઉમેશ એક બાઇક પર જઈ રહ્યો છે, જ્યારે તેનો દીકરો સંકેત એક અલગ બાઇક પર તેની સાથે ચાલી રહ્યો છે. આરોપી હત્યારા સતત તેને ફોલો કરી રહ્યા છે. મૃતક ઉમેશ કોલ્હેના પુત્ર સંકેતે જે એફઆઇઆર નોંધાવી છે, તેમાં જણાવ્યું છે કે, રાત્રે ૧૦ઃ૦૦ થી ૧૦ઃ૩૦ વાગ્યા વચ્ચે ઉમેશ કોલ્હે પોતાના ઘરે જઈ રહ્યો હતો, આ દરમિયાન તેની હત્યા થઈ. સંકેતે આરોપ લગાવતા કહ્યું કે, બાઇક પર સવાર બે વ્યક્તિ અચાનક મારા પિતાના સ્કૂટર સામે આવી ગયા.
તેમણે મારા પિતાનું સ્કૂટર રોક્યું અને તેમાંથી એકે ચપ્પુથી તેના ગળાની ડાબી તરફ હુમલો કરી દીધો. અમરાવતીથી અપક્ષના સાંસદ નવનીત રાણાએ જિલ્લાના પોલીસ કમિશનર પર આરોપ લગાવ્યો કે તેમણે હત્યાને દબાવવાનો પ્રયત્ન કર્યો. નવનીત રાણાએ જિલ્લાના પોલીસ કમિશનર આરતી સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે, તેમણે હત્યાને લૂંટના રૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. ૧૨ દિવસ બાદ પોલીસ કમિશનર ઘટના પર સ્પષ્ટીકરણ આપી રહ્યા છે. અમરાવતીના પોલીસ કમિશનર વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ