અમરાવતીના ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં નવો ખુલાસો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઉમેશ કોલ્હેની હત્યાની કોશિશ પહેલા પણ બે વખત કરવામાં આવી હતી. જાકે તે નિષ્ફળ રહી હતી. જાકે ત્રીજી વખતમાં હત્યા કરવામાં સફળતા મળી હતી.
૧૯ જૂને પ્રથમ વખત હત્યા કરવાની તૈયારી કરવામાં આવી હતી. જાકે મુખ્ય આરોપી ઈરફાન શેખ રહીમ ડરી ગયો હતો, તેના પગલે આ દિવસે હત્યા કરવામાં આવી નહોતી. તે પછીથી ફરીથી ૨૦ જૂને આરોપીઓએ હત્યાનું પ્લાનિંગ બનાવ્યું હતું, જાકે ઉમેશના ઘરેથી કોઈ ફોન આવી ગયો અને તે હત્યારાઓ પહોંચે તે પહેલા જ દુકાન બંધ કરીને જતો રહ્યો હતો. તેના પગલે આરોપીઓની યોજના પર પાણી ફરી વળ્યું હતું. અંતે ૨૧ જૂને યોજનાબદ્ધ રીતે ઉમેશની હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, હત્યારાઓએ કોલ્હેનું માથુ ધડથી અલગ કરવા માંગતા હતા, જાકે પાછળથી આવી રહેલા કપલે બૂમો પાડતા તે ભાગ્યા હતા.
તપાસમાં એ વાત પણ બહાર આવી છે કે ઈરફાન શેખ રહીમે જે આરોપીઓને હાયર કર્યા હતા આ પૈકીના બે ઓટો ડ્રાઈવર અને અન્ય મજૂર હતા. ઈરફાને પહેલા આ બધાને પોતાના NGO માં બોલાવીને તેમનું માઈન્ડ વોશ કર્યું હતું. પછીથી
આરોપીઓને પૈસાની લાલચ આપીને આ હત્યાકાંડમાં સામેલ કર્યા હતા.
આ હત્યાકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં એક દ્ગર્ય્ં સંચાલક, એક વેટનરી ડોક્ટર, બે ઓટો ડ્રાઈવર અને ચાર મજૂરોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી છે શેખ ઈરફાન શેખ રહીમ, તે અમરાવતીના કમલા ગ્રાઉન્ડ વિસ્તારનો રહેવાસી છે. તપાસમાં એ વાત બહાર આવી છે કે તે રાયબર હેલ્પલાઈન નામની એક NGO ચલાવે છે. તેમાં કુલ ૨૧ મેમ્બર હતા અને તમામ અમરાવતીના રહેવાસી છે.
શરૂઆતની તપાસમાં એ વાત બહાર આવી છે કે હત્યારાઓને ઉશ્કેરવામાં કોલ્ડેનો મિત્ર ડો.યુસુફનો જ હાથ હતો. યુસુફ પણ આ હત્યાકાંડમાં આરોપી છે. એમ કહેવાઈ રહ્યું છે કે તેને કોલ્હેના બિઝનેસની ઈર્ષા હતી, આ કારણે તેણે ષડયંત્ર રચ્યું અને ફેસબુક પોસ્ટને માધ્યમ બનાવ્યું.
યુસુફે જ ફેસબુક પોસ્ટને શેર કરીને હત્યારાઓને ઈસ્લામના નામે ભડકાવ્યા હતા. એટલું જ નહિ કોઈને શંક ન જાય તે માટે મોહમ્મદ યુસુફ ઉમેશના અગ્નિસંસ્કારમાં પણ હાજર રહ્યો હતો. ઉમેશે યુસુફની છોકરીના લગ્ન, છોકરાઓનું સ્કુલમાં એડમિશન અને ઘણી વખત રોકડા રૂપિયાની પણ મદદ કરી હતી.
ઉમેશ કોલ્હેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ રવિવારે આવ્યો હતો. રિપોર્ટના જણાવ્યા મુજબ, તેમના ગળા પર ૫ ઈંચ પહોળો, ૭ ઈંચ લાંબો અને ૫ ઈંચ ઉડો ઘા મળ્યો હતો. રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ચપ્પા વડે કરવામાં આવેલા હુમલાથી મગજની નસને નુકસાન પહોંચ્યું હતું. આ સિવાય શ્વાસ લેવાની નળી, ખાવાનું ખાવાની નળી અને આંખની નસો ડેમેજ થઈ હતી.