મહારાષ્ટ્રના અમરાવતીમાં શુક્રવારે થયેલી હિંસા અને પથ્થરમારાના વિરોધમાં ભાજપ દ્વારા બંધનું એલાન કરાયું છે. સવારે ૧૦ વાગ્યે શહેરના રાજકમલ વિસ્તાર અને ગાંધીચોક પર હજોરોની સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન અમુક લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યાર પછી ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની જોણકારી મળી છે.
પથ્થરમારાની ઘટના અને લોકોની ભીડને જોઈને ગ્રામીણ વિસ્તારમાંથી ફોર્સને બોલાવાઈ છેત્રિપુરામાં સાંપ્રદાયિક રમખાણના વિરોધમાં મહારાષ્ટÙનાં ઘણાં શહેરોમાં મુસ્લિમ સંગઠનોએ બંધનું એલાન કર્યું હતું. રઝા એકેડમી નામની એક સંસ્થા આમાં સક્રિય રીતે સામેલ થઈ હતી. આ દરમિયાન ઘણાં શહેરોમાં હિંસા થઈ હતી. હિંસા દરમિયાન ઘણી ગાડીઓમાં તોડફોડ કરાઈ હતી. આ દરમિયાન એક ડઝન પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.
એ યાદ રહે કે શુક્રવારે એક સમુદાય દ્વારા બંધની જોહેરાત કરાઈ હતી, આ દરમિયાન અમરાવતીના જયસ્તંભચોક, માલવીયચોક, ઓલ્ડ કોટન માર્કેટ રોડ, ઈરવિનચોક, ચિત્રાચોક, પ્રભાત ચોક અને ચૌધરીચોકમાં રેલી કરી તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ભીડે રસ્તામાં ખુલ્લી દુકાનો પર પથ્થરમારો કર્યો હતો અને લૂંટફાટ કરી હતી. આ બનાવ પછી વેપારીઓએ ભાજપ અને બજરંગ દળના લોકો સાથે પોલીસ સ્ટેશન જઈ અજોણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ કરી હતી. ભાજપે તોડફોડના વિરોધમાં આજે અમરાવતી બંધનું એલાન કર્યું હતું. આજે આ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ હતી.