કોંગ્રેસની સરકાર ૨૦૨૪માં કેન્દ્રમાં રચાશે તો પીએમ મોદીને મારી નાખવાની ધમકીના બીજા જ દિવસે વધુ એક નેતાને ધમકીભર્યો મેસેજ મળ્યો છે.મહારાષ્ટ્રના અમરાવતીના લોકસભાના અપક્ષ સાંસદ નવનીત રાણાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટએપ પર તેમને મેસેજ અને ઓડિયો ક્લીપ દ્વારા ડરાવવામાં-ધમકાવવામાં આવ્યા છે. આ અંગે ફરિયાદ બાદ બુધવાર ૬ માર્ચના રોજ પોલીસે સેક્શન ૩૫૪, ૩૫૪છ , ૫૦૬(૨) અને ૬૭ હેઠળ એફઆઇઆર
દાખલ કરીને વધુ તજવીજ હાથ ધરી છે.
નવનીત રાણાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય તેવું આ પહેલીવાર નથી. અગાઉ ઓગસ્ટ ૨૦૨૩માં તેના ફોન પર ધમકીભર્યો કોલ આવ્યો હતો. આરોપ છે કે, ત્યારે પણ તેમને ફોન પર મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસે વિઠ્ઠલ રા નામના આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
એક જૂના ઈન્ટરવ્યુમાં નવનીત રાણાએ કહ્યું હતું કે, “મેં વિજયકાંત, જુનિયર એનટીઆર અને મામૂટી જેવા જાણીતા ફિલ્મ સ્ટાર્સ સાથે કામ કર્યું છે. હું ૭ ભાષાઓ પણ જાણું છું.”