કુંકાવાવ નજીક આવેલા અમરાપુર ધાનાણીમાં જય ગુરુદેવ મંડપ સર્વિસના પ્રણેતા એવા કૈલાસવાસી અરવિંદભાઈની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્રના વિવિધ ધર્મ સ્થાનોથી અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ રહી હતી. સંતો-મહંતોના સામૈયા ભભુતગીરી બાપુના આશ્રમથી વિધિવત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિશાળ પંડાલમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જગદ્‌ગુરુ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ ગૃહાધિપતિ પૂ.પા. ગો.૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ, વસંતબાપુ અમરાપુર, વિક્રમગીરીબાપુ, બુધ્ધગીરીબાપુ, સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિરામબાપુ, હરેશબાપુ રાંદલમાતાજી મંદિર દડવા સહિતના અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.