અમરાપુર(ધાનાણી) ખાતેની અમરાપુર કેળવણી મંડળ સંચાલિત બી.જે. દોશી હાઇસ્કૂલનું ધોરણ-૧૦ અને ૧૨(સામાન્ય પ્રવાહ)નું ઉત્કૃષ્ટ પરિણામ તાજેતરમાં જાહેર થયેલ હતું. ધોરણ-૧૦ની પરીક્ષામાં કુલ ૬૪માંથી ૬૪ વિદ્યાર્થીઓ પાસ થઇ ૧૦૦% પરિણામ આવેલ છે. તેમજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૬.૬૦% આવેલ છે. જેમાં ધોરણ ૧૦માં છ૧ ગ્રેડ સાથે નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ છે. વસાણી કેશવી સંજયભાઇ, મેળવેલ ગુણ:- ૫૫૫/૬૦૦, ક્રમાંક: પ્રથમ, ગેવરીયા હેત સંજયભાઇ, મેળવેલ ગુણ:- ૫૫૧/૬૦૦, ક્રમાંક: દ્વિતીય, વસાણી જાન્વી વિજયભાઇ, મેળવેલ ગુણ:- ૫૪૪/૬૦૦, ક્રમાંક: તૃતીય, ધોરણ ૧૨માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ વાળા
પૃથ્વીરાજ પ્રતાપભાઇ, મેળવેલ ગુણ:- ૬૩૨/૭૫૦, ક્રમાંક: પ્રથમ, મિશ્રા નેન્સી ભાવેશભાઇ, મેળવેલ ગુણ:- ૫૯૯/૭૫૦, ક્રમાંક:- દ્વિતીય, ઝાલા ખુશાલી દામજીભાઇ, મેળવેલ ગુણ:- ૫૯૯/૭૫૦, ક્રમાંક:- દ્વિતીય, વાળા જાન્વીબેન કિશોરભાઈ, મેળવેલ ગુણ:- ૫૯૦/૭૫૦, ક્રમાંક :- તૃતીય. આ ઝળહળતા પરિણામ માટે મંડળના પ્રમુખ કમલેશભાઈ આર. દોશી, નિયામક આર.વી. વિસાવળીયા, શાળાના આચાર્ય એચ.ડી. સાવલીયા તેમજ સમગ્ર શાળા પરિવાર તથા ગામના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.