અમરાપરા ગામે દર વર્ષની જેમ આ વર્ષ પણ સીતારામ ધૂન મંડળ દ્વારા અમરાપરા રામજી મંદિરેથી પાલખીયાત્રા કાઢી ઠાકોરજીને પાંડવોના બ્રહ્મ કુંડે સ્નાન કરાવાયું હતું. ઠાકોરજીની ઘરે ઘરે જઈને પધરામણી કરાવવામાં આવી હતી. આખા અમરાપરા વિસ્તારમાં શેરીએ શેરી ફરી કીર્તન-ધૂન કરી લોકોએ દર્શનનો લાભ લીધો હતો.