જર-જમીન ને જોરુ ત્રણેય કજિયાના છોરુ કહેવતને સાર્થક કરતી ઘટના અમરપુર વરૂડી ગામે બની છે. જેમાં સગા દીકરાએ જમીન બાબતે માતાને ધમકી આપી હતી. આ બનાવ અંગે સમજુબેન પોપટભાઇ અજાણી (ઉ.વ.૭૦)એ તેમના દીકરા સુરેશભાઇ પોપટભાઇ અજાણી તથા પુષ્પાબેન સુરેશભાઇ અજાણી સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને તેના મોટા દીકરા અને તેની દીકરીએ આવીને કહ્યું કે તારે મરવાનું ક્યારે છે. તું મરી જા તો અમોને તારા નામની જમીન મળી જાય તેમ કહી વાંસાના ભાગે બે લાઠીના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવના પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી.