અમરનાથ શ્રાઈન બોર્ડે શનિવારે જોહેરાત કરી છે કે આરએફઆઇડી ટેગ વગરના કોઈપણ યાત્રીને અમરનાથ યાત્રામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના સીઈઓ નીતીશ્વર કુમારે જણાવ્યું – શ્રાઈન બોર્ડે આ વર્ષે આરએફઆઇડી ટેગની સિસ્ટમ રજૂ કરી છે. આ ટેગ સાથે અમે દરેક યાત્રાળુની સ્થિતિને ટ્રેક કરી શકીશું જ્યાં તેઓ છે. તેમણે કહ્યું કે સ્થાનિક વેપારીઓ પણ આરએફઆઇડી ટેગ લઈ રહ્યા છે. આરએફઆઇડી ટેગ વિના કોઈને પણ પ્રવાસમાં જોડાવા દેવામાં આવશે નહીં.
નોંધનીય છે કે, શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે આ વર્ષની અમરનાથ યાત્રાની સુરક્ષા વધારવા માટે સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે તમામ એજન્સીઓને શાંતિપૂર્ણ રીતે યાત્રાનું આયોજન કરવા માટે પોતાની વચ્ચે વધુ સારો સંકલન રાખવા જણાવ્યું હતું. અમરનાથ યાત્રાને લઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ, આર્મી અને સેન્ટ્રલ સશસ્ત્ર અર્ધલશ્કરી દળોના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજોઈ હતી.
આ બેઠકમાં યાત્રી કેમ્પમાં સુરક્ષા, કોમ્યુનિકેશન નેટવર્ક, નેશનલ હાઈવે અને અન્ય રસ્તાઓ પર ટ્રાફિક મેનેજમેન્ટનું નિયમન, વાહનોના પા‹કગ અને પહેલગામ અને બાલતાલના બંને માર્ગો પર સુરક્ષા દળોની તૈનાતી વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પોલીસ અલગ-અલગ સ્થળોએ બચાવ ટુકડીઓ તૈનાત કરશે જેથી યાત્રા દરમિયાન કોઈ પણ યાત્રિકને જરૂર પડે તો તાત્કાલિક મદદ કરી શકાય.