વર્ષ ૨૦૨૨ની અમરનાથ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રા પહેલા જમ્મુમાં લગભગ ૫૦૦૦ વધારાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જમ્મુમાં ક્વિક રિએક્શન ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
ઈન્ટેલિજન્સ અનુસાર, પાકિસ્તાન આ વર્ષે યોજોનારી અમરનાથ યાત્રાને અવરોધવા માટે હુમલો કરી શકે છે, જેના માટે તે સ્ટીકી બોમ્બ અથવા મેગ્નેટિક બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જણાવી દઈએ કે, તાજેતરના દિવસોમાં જમ્મુ-કાશ્મીર પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ સરહદ પારથી ડ્રોન દ્વારા મોકલવામાં આવેલા ઘણા સ્ટીકી બોમ્બ સહિત મેગ્નેટિક બોમ્બ જપ્ત કર્યા છે. એલર્ટ જોરી કરીને પોલીસે સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ વાહન ચલાવતા પહેલા એકવાર આખા વાહનની તપાસ કરી લે.
જણાવી દઈએ કે, ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સુરક્ષા વ્યવસ્થા અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. માહિતી અનુસાર, આ દરમિયાન અધિકારીઓએ સિન્હાને સમગ્ર સુરક્ષા સ્થિતિ વિશે માહિતી આપી હતી અને યાત્રા સંબંધિત વિવિધ વ્યવસ્થાઓ પર ચર્ચા કરી હતી. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સિંહાએ સેના સહિત કેન્દ્રીય સશ† પોલીસ દળોની સાથે જમ્મુ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ મૂળભૂત જરૂરિયાતો માટેની વિગતવાર યોજનાઓની પણ સમીક્ષા કરી હતી.