અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિ.-અમર ડેરી અને રાજ્ય સરકારના સહકારથી ખેડૂત પશુપાલકોના સપના સાકાર કરવા માટે ડેરી ફાર્મિંગ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, અમર ડેરીને ૧૨ દૂધાળા પશુ તબેલા બનાવવા માટે નોડેલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ અમરેલી જિલ્લાના ખેડૂત પશુપાલક ભાઈઓ/બહેનોને સ્વરોજગારી દ્વારા ગ્રામોત્થાનના કાર્યમાં જોડાઈને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા અપીલ કરી છે. અમર ડેરીના એમ.ડી. ડો.આર.એસ.પટેલે જણાવ્યું છે કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૦૦ થી વધુ ફાર્મ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજનામાં જોડાનાર લાભાર્થીઓને સહાયના ધોરણે લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે તાઃ૧૫/૦૬/૨૦૨૫ સુધીમાં આઈ-કિસાન પોર્ટલના પશુપાલન વિભાગમાં અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે અમર ડેરીના એચ.આર.મેનેજર ચિંતન ભંડેરીનો મો. ૮૨૩૮૦ ૦૪૧૪૯ પર સંપર્ક કરવો અથવા નજીકની દૂધ સહકારી મંડળીનો સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણે અરજી કરનાર લાભાર્થીઓને યોજનાનો લાભ મળશે.