અમદાવાદ સ્થિત દલખાણીયા ગામ પરિવારનો આગામી ૧ર-જૂન ને રવિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાનાર છે. શ્રીનાથ પાર્ટી પ્લોટ નિકોલ, નરોડા રોડ, મનોહર વીલા સર્કલ પાસે નવા નરોડા અમદાવાદ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત દલખાણીયા ગામના ૧પ૦ જેટલા અમદાવાદ સ્થિત પરિવારો ઉપસ્થિત રહેશે. જેમાં બપોરે ૪ કલાકે દીપ પ્રાગટ્ય, સાંજે પ કલાકે સન્માન સમારોહ અને સાંજે ૭ કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ હિતેશભાઈ સોહલીયા, શૈલેષભાઇ કોટડીયા, બટુકભાઈ સોલંકી અને યોગેશભાઈ સોલંકીની યાદીમાં જણાવાયું છે.