ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું છે. તેમા અમદાવાદ સિટીનું ૭૮.૨૦ ટકા પરિણામ જાહેર થયું છે. અમદાવાદ સિટીમાં ૪૪,૮૪૪ વિદ્યાર્થીઓમાં ૪૪,૬૨૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૧,૨૧૪ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે ૫,૩૮૨ વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે બી ૧ ગ્રેડમાં ૭,૩૦૭ અને બી ૨ ગ્રેડમાં ૮,૩૧૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જયારે અમદાવાદ ગ્રામ્યનું ૮૧.૭૪ ટકા પરિણામ જાહેર થયું છે. અમદાવાદ ગ્રામ્યમાં ૩૬,૪૨૫ વિદ્યાર્થીઓમાં ૩૬,૧૮૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૧,૨૦૧ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે ૪,૨૯૩ વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે બી૧ ગ્રેડમાં ૬,૦૮૧ અને બી ૨ ગ્રેડમાં ૭,૦૧૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે.