અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રિમોન્સુન કામગીરીને લઈને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીટી ઇજનેર વિજય પટેલે જણાવ્યું હતું કે, મણિનગર અને ન્યુ મણિનગરમાં પમ્પીંગના કામો થયા છે. પાણી ભરાવવાના ૧૪૭ સ્થળોએ કામ કરવામાં આવ્યું છે.
વરસાદ પહેલા આગમચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. વરસાદ દરમિયાન ભુવા પડવા કે પાણી ભરવાની સમસ્યા સામે કામગીરી કરવામાં આવશે. ખુબ જ પાણી ભરાતા હોય તેવા સ્થળોનો પણ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં ૭ જગ્યાઓ પર પાણી ભરવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે. કેચપીટના સફાઈનો બીજા રાઉન્ડ પણ ચાલુ જ છે. વરસાદ સમયમાં પણ કેચપીટો સાફ થશે. તળાવના ઇન્ટરલિંકીંગના કામો ચાલુ છે, ૪૦ વરુણ પંમ્પ મગાવવામાં આવ્યા છે. લાઈટ વિભાગે પણ ઘણા કામો કર્યા છે, હજુ એક અઠવાડિયા લાઈટ રીપેરનું કામ ચાલશે. સીટી ઈજનેરે વધુમાં જણાવ્યું હતું કે, ૪૪ અંડરપાસમાં પાણી ભરાવવાનાં નિકાલ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. સીડેક અને આઈઆઈટી બંને સાથે રાખીને વરસાદ આવે તે પહેલા જાણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, નવરંગપુરામાં નવી ફૂટપાથને લઈને વિવાદ મામલે રીટીપી ડેવલપ થઈ રહી છે, આ મામલે સૂચનો કરવામાં આવશે. કોઈને અડચણ ના પડે તે માટે કામગીરી ચાલુ રહેશે. અમુક જગ્યાએ જરૂર પડશે ત્યાં નાની મોટી ફૂટપાથ કરવામાં આવશે.