દિવાળી બાદ ફરીથી બદલીની મોસમ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં ૧૩ વહીવટદારોની એકાએક બદલીથી હડકંપ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા ૧૩ પોલીસ કર્મચારીઓની બદલી કરવાના આદેશ વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આપ્યા છે. લાંબા સમયથી વહીવટ કરતા પોલીસ કર્મીઓની અન્ય જીલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. ત્યારે સવાલ ઊભો થયો છે કે અન્ય પોલીસ કર્મીઓની બદલી ક્યારે કરાશે?
પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસના નાક નીચે ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમી રહી હોય છે ત્યાં સાદા કપડામાં ફરજ બજાવતા વહીવટદારો ઘણી વખત પોલીસ ઈન્સપેક્ટરને રૂપિયા કમાવી આપતા હોય છે. તેઓ પોલીસની સેવા, સારસંભાળનું કામકાજ કરતા હોય છે. શહેરમાં ૭ ઝોનમાં ૪૫થી વધુ પોલીસ સ્ટેશન આવ્યા હોવા છતાં માત્ર ૧૩ વહીવટદારોની શા માટે બદલી કરાઈ તેવો ગણગણાટ પોલીસબેડામાં થઈ રહ્યો છે. વહીવટ ઘણા કર્મીઓ કરતા હશે તો બાકીનાની કેમ બદલી કરવામાં આવી નથી?
ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીનું ધ્યાન રાખનારાઓની જગ્યા યથાવત્ છે. ઉપરાંત ૨ થી ૩ પોલીસ કર્મીઓ તો વહીવટ પણ કરતા નથી છતા તેમની બદલી કી નખાતા વહીવટદારોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
જે વહીવટદારોની બદલી કરાઈ છે તેમાંમહિપતસિંહ ઉદેસિંહ ચૌહાણ- જામનગર જિલ્લામાં બદલી,લાલજી ચતુરભાઈ દેસાઈ- દેવભુમિ દ્વારકા જિલ્લામાં બદલી,સમીઉવા યાવરમિંયા ઠાકોર- રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બદલી,જીવણ મેઘજી યાદવ- મહીસાગર જિલ્લામાં બદલી,અક્ષયસિંહ રામસિંહ પુવાર- પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બદલી,રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ- તાપી જિલ્લામાં બદલી,કેયુર ધીરૂભાઈ બારોટ – જુનાગઢ જિલ્લામાં બદલી,સિરાજ રજાક મન્સુરી- પોરબંદર જિલ્લામાં બદલી,હરવિજયસિંહ દિગ્વીજયસિંહ ચાવડા- અમરેલી જિલ્લામાં બદલી,જગદીશ કાંતિલાલ પટેલ- પશ્ચિમ કચ્છ ભૂજ જિલ્લામાં બદલી,મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર- જામનગર જિલ્લામાં બદલી,ફિરોજખાન મનસુરખાન પઠાણ- બોટાદ જિલ્લામાં બદલી, ઈન્દ્રવિજયસિંહ દાદુભા વાઘેલા- નર્મદા જિલ્લામાં બદલી કરવામાં આવી છે.