અમદાવાદ શહેરમાં મણિનગર પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં પિતાને ચોરી કરવામાં પુત્રી પણ મદદ કરી રહી છે. મણિનગરમાં એક ઘરમાં ચોરી કરી પિતા-પુત્રીએ કબ્જે કરેલા કુલ રૂપિયા ૧.૧૧ લાખના સોના-ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ પોલીસ જપ્ત કરી તપાસ આરંભી છે.
માતાપિતાનું કાર્ય બાળકોને સારા માર્ગે વાળવાનું હોય છે પરંતુ પિતા જ પુત્રીને ગુનાખોરીમાં સહકાર આપવા લાગે તો. અમદાવાદ શહેરમાં આવો જ ચોરીનો ગુનો નોંધાયો છે. બંને આરોપીઓ લાખાભાઈ દેવીપૂજક અને ઉમા (ઉર્મિલા) દેવીપૂજક છે. તેમના પર મણિનગરમાં આવેલ સ્વામીનારાયણ મંદિર પાસે આવેલા ઘનશ્યામ ભુવન બંગલો ખાતેથી ચોરી કરવાનો ગુનો નોંધાયો છે. ગુનામાં ૬૭ હજાર રૂપિયાની રોક સહિત સોના-ચાંદીનાં ઘરેણાનું કુલ સહિત ૧.૧૧ લાખનાં મુદ્દામાલની ચોરી કરી હતી.
પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી લાખાભાઈ દેવીપૂજક સામે ચોરીનાં ૧૭ ગુના નોંધાયા છે. અગાઉ ચોરીનાં ગુનામાં ધરપકડ થઈ ચુકી છે. તો રાજકોટમાં પાસા હેઠળ જેલની સજા પણ થઈ ચુકી છે.