અમદાવાદ શહેરના એસ.જી હાઈવે પર આવેલા કારના શો રૂમના સંચાલકને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે સર્ચની કામગીરી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રુપના જુદા જુદા ઠેકાણાં ઉપર ઇન્કમટેક્સ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું. નવા નાણાંકીય વર્ષમાં શહેરના મકરબા વિસ્તારમાં આવેલા કારના શોરૂમ ઉપર ઇન્કમટેકસના અધિકારીઓ દ્વારા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમના નિવાસ સ્થાન, ગોડાઉન, શોરૂમ તેમજ અન્ય જગ્યાઓ પર ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની ટીમે સર્ચ શરૂ કર્યું છે.ઇન્કમટેકસ અધિકારીઓની જુદી જુદી ટીમોએ પોલીસ જાપ્તા સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.
કારના શોરૂમમાં કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ તપાસ ચાલતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીઓની મોટી ટીમ આ સર્ચમાં જોડાઇ છે. સર્ચની કામગીરી હજુ વધુ દિવસો સુધી ચાલી શકે તેમ છે.”