અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ રમેશે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા પોતાના ભાઈને અંતિમ વિદાય આપી. આ પ્રસંગે તેઓ ખૂબ રડતા જાવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ૧૨ જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિશ્વાસ રમેશ તેમના ભાઈ સાથે હાજર હતા. આ અકસ્માતમાં વિશ્વાસ રમેશને પણ ગંભીર ઈજાઓ થઈ છે. પરંતુ આ અકસ્માતમાં તેમના ભાઈને બચાવી શકાયા ન હતા. આજે, જ્યારે તેમના ભાઈના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં.
આ અકસ્માત પછી, વિશ્વાસ રમેશે તેમના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ હજુ પણ વિશ્વાસ કરી શકતા નથી કે તેઓ આ અકસ્માતમાં કેવી રીતે ચમત્કારિક રીતે બચી ગયા જેમાં ૨૬૫ લોકોએ જીવ ગુમાવ્યા. બ્રિટિશ નાગરિક રમેશે કહ્યું કે તેમને એવું લાગ્યું કે અમદાવાદથી ગેટવિક સુધીની નવ કલાકની મુસાફરી પૂર્ણ કરવા માટે ઉડાન ભર્યા પછી વિમાન થોડીવારમાં જ અટકી ગયું અને લીલી અને સફેદ લાઇટો આવી ગઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ રમેશને મળ્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું. ડ્ઢડ્ઢ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં, લેસ્ટરના રહેવાસી રમેશે કહ્યું હતું કે આ બધું મારી આંખો સામે થયું. હું વિશ્વાસ કરી શકતો નથી કે હું કેવી રીતે બચી ગયો. એક ક્ષણ માટે મને લાગ્યું કે હું મરી જઈશ, પણ જ્યારે મેં આંખો ખોલી ત્યારે હું જીવતો હતો. મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને બહાર આવ્યો.
રમેશે કહ્યું હતું કે એરહોસ્ટેસ અને કાકા-કાકી મારી આંખો સામે મૃત્યુ પામ્યા. એક મિનિટમાં એવું લાગ્યું કે વિમાન અટકી ગયું છે. લીલી અને સફેદ લાઇટો સળગી રહી હતી. એવું લાગતું હતું કે તેઓ વિમાનને વધુ ગતિ આપવા માટે ‘દોડ’ કરી રહ્યા હતા અને વિમાન એક ઇમારત સાથે અથડાયું.