અમદાવાદથી લંડન જતી એર ઇન્ડીયા ૧૭૧ ફ્લાઇટનો ૧૨ જૂને એક ભયંકર અકસ્માત થયો હતો. વિમાન ટેકઓફ કર્યાના થોડીવાર પછી જ ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતના એક મહિના પછી, તપાસનો પ્રારંભિક અહેવાલ બહાર આવ્યો છે.એએઆઇબીએ ૧૫ પાનાનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ અંગે, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, આપી પાસે શ્રેષ્ઠ પાયલટ્‌સ છે.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, વિમાનમાં સવાર લોકોમાંથી માત્ર એક જ મુસાફર બચી શક્યો હતો. બાકીના બધા મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત, વિમાન એક રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું, જ્યાં નીચે રહેલા ૧૯ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. વિમાન દુર્ઘટના પછી કેસની તપાસ શરૂ થઈ હતી. જોકે, શરૂઆતનો તપાસ અહેવાલ પૂરા એક મહિના પછી જાહેર કરવામાં આવ્યો છે. એએઆઇબીનો તપાસ અહેવાલ શુક્રવાર-શનિવાર રાત્રે ૧ વાગ્યા પછી જાહેર કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં ઘણા મહત્વપૂર્ણ ખુલાસા થયા છે.
અહેવાલ બહાર આવ્યા પછી, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, આ એક પ્રારંભિક અહેવાલ છે, અમે મંત્રાલયમાં તેના વિશે વિચારી રહ્યા છીએ. અમે એઆઇઆઇબી સાથે વાત કરી રહ્યા છીએ જેથી તેમને જરૂરી સહાય મળી શકે. અમને આશા છે કે, અંતિમ અહેવાલ ટૂંક સમયમાં આવશે, જેથી આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકીએ. તેમણે વધુમાં કહ્યું કે, હું ખરેખર માનું છું કે, પાયલટ્‌સ અને ક્રૂની દ્રષ્ટિએ અમારી પાસે વિશ્વનું શ્રેષ્ઠ કાર્યબળ છે. પાયલટ્‌સ અને ક્રૂ ઉડ્ડયન ઉદ્યોગની કરોડરજ્જુ છે.

આ પ્રારંભિક અહેવાલમાં સ્પષ્ટ થયું છે કે, ટેકઓફ સમયે, ફ્લૅપ સેટિંગ (૫ ડિગ્રી પર) અને લેન્ડીગ ગિયર લીવરની સ્થિતિ (નીચે) એકદમ સામાન્ય અને ધોરણ મુજબ હતી. આ ઉપરાંત,એએઆઇબીએ એમ પણ કહ્યું કે, હાલની તપાસમાં, વિમાનમાં કોઈ કાવતરું કે, તોડફોડના કોઈ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી.રિપોર્ટમાં પાયલટ્‌સ વચ્ચે ફ્યૂલ બંધ કરવા અંગેની મૂંઝવણ પણ બહાર આવી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ક્રેશ પહેલા, બંને પાયલટ્‌સ વચ્ચે ફ્યૂલ કોણે બંધ કર્યું તે અંગે વાતચીત થઈ હતી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટમાં જણાવાયું છે કે, વિમાન ૧૮૦ નોટની ગતિએ પહોંચી ગયું હતું. તે જ સમયે, એન્જિન ૧ અને એન્જિન ૨ ના ફ્યુઅલ કટઓફ સ્વીચો એક સેકન્ડમાં રન થી કટઓફ તરફ થઈ ગયા હતા. આને કારણે, બંને એન્જિનની થર્સ્ટ ઓછી થવા લાગી હતી.
પાયલટના કોકપીટનું રેકો‹ડગ પણ સામે આવ્યું છે, જેમાં એક પાઇલટ બીજાને પૂછે છે કે, તમે એન્જિન કેમ બંધ કર્યું? જવાબમાં, બીજા પાઇલટે કહ્યું કે, તેણે આવું કર્યું નથી. જાકે, અકસ્માત ટાળવા માટે પાયલટે તરત જ એન્જિનને પ્રન પર પાછું મૂક્યું હતું. ટેકઓફ પછી તરત જ, રેમ એર ટર્બાઇન બહાર આવ્યું, જે સૂચવે છે કે, વિમાનમાં ગંભીર તકનીકી સમસ્યા હતી.એએઆઇબીએ જણાવ્યું હતું કે, તપાસના આગામી તબક્કામાં હવે વધારાના પુરાવાઓની સમીક્ષા કરવામાં આવશે.