સુપ્રીમ કોર્ટે સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતા દ્વારા દાખલ કરાયેલી અરજી પર કેન્દ્ર સરકાર,ડીજીસીએ અને અન્ય લોકોને નોટિસ ફટકારી છે. જૂન મહિનામાં અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં સભરવાલ પાઇલટ-ઇન-કમાન્ડ હતા, જેમાં ૨૬૦ લોકો માર્યા ગયા હતા. સભરવાલે એર ઇન્ડિયા બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર દુર્ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને તકનીકી રીતે યોગ્ય તપાસની માંગ કરી છે, જેની દેખરેખ નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ અકસ્માત થયો તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તમારે (પિતા) તમારા પુત્રને દોષિત ઠેરવવાનો બોજ ઉઠાવવો જાઈએ નહીં. કોઈ પણ વ્યક્તિ તેને (પાઇલટ) કોઈ પણ વસ્તુ માટે દોષી ઠેરવી શકે નહીં.” ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, “ભારતમાં કોઈ એવું માનતું નથી કે તે પાઇલટની ભૂલ હતી.”ન્યાયાધીશ સૂર્યકાંત અને જાયમલ્યા બાગચીની બેન્ચે કેસની સુનાવણી કરી. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને કહ્યું, “હું તે વિમાનના કમાન્ડરનો પિતા છું. હું ૯૧ વર્ષનો છું. આ તપાસ સ્વતંત્ર નથી, જેટલી થવી જાઈતી હતી. ચાર મહિના વીતી ગયા છે.” ન્યાયાધીશ કાંતે કહ્યું કે બીજા જાડાયેલ કેસ છે. અમે ૧૦મી તારીખે તેની સાથે સુનાવણી કરીશું. વકીલે કહ્યું કે બોઇંગ વિમાનો સાથે વિશ્વભરમાં સમસ્યાઓની જાણ થઈ રહી છે. નિયમ ૧૨ મુજબ, તપાસ નિષ્પક્ષ હોવી જાઈએ. અમારો કેસ અકસ્માત છે, ઘટના નથી.જસ્ટીસ કાંતે કહ્યું કે આ અકસ્માત અત્યંત દુઃખદ છે, પરંતુ પાઇલટના પિતાએ તેમના પુત્રને દોષી ઠેરવવાનો બોજ ઉઠાવવો જાઈએ નહીં. કોઈને જવાબદાર ઠેરવી શકાય નહીં. જસ્ટીસ બાગચીએ કહ્યું કે પ્રારંભિક અહેવાલમાં પાઇલટ સામે કોઈ આરોપો કે સંકેતો નથી. એક પાયલોટે પૂછ્યું હતું કે, “શું બીજાએ ફ્યુઅલ કટ-ઓફનો ઉપયોગ કર્યો?” અને જવાબ “ના” હતો.અરજદારના વકીલ ગોપાલે કહ્યું કે વોલ સ્ટ્રીટ જર્નલે આ બાબતે એક લેખ લખ્યો હતો. જેમાં પાઇલટની ભૂલ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. જસ્ટીસ બાગચીએ કહ્યું, “અમે વિદેશી અહેવાલો પર ધ્યાન આપતા નથી. જા તમને કોઈ સમસ્યા હોય, તો તેનો ઉપાય ત્યાં (વિદેશી કોર્ટમાં) હશે.” દરમિયાન, જસ્ટીસ કાંતે તેને ખૂબ જ નબળી રિપો‹ટગ ગણાવી. વકીલે કહ્યું, “મારા માટે તે મહત્વનું છે કે તેઓ ભારતીય સરકારના †ોતને ટાંકી રહ્યા છે.” ન્યાયાધીશ કાંતે જવાબ આપ્યો કે ભારતમાં કોઈ એવું માનતું નથી કે આ અકસ્માતમાં પાઇલટની ભૂલ હતી.








































