અમદાવાદમાં ગુરુવારે ૩ દિવસ પહેલા થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે અમદાવાદમાં એર ઇન્ડીયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ૩૧ લોકોની ઓળખ અધિકારીઓએ ડીએનએ પરીક્ષણ દ્વારા કરી છે અને અત્યાર સુધીમાં ૧૨ પરિવારોએ મૃતદેહોનો દાવો કર્યો છે. દરમિયાન, ગુજરાત સરકારે મૃતદેહોને સંબંધીઓને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે.
સરકારી બીજે મેડિકલ કોલેજના સર્જરીના પ્રોફેસર ડા. રજનીશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચિંગ થયા છે અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે પીડિતોના પરિવારો સાથે સંકલન જાળવવા માટે ૨૩૦ ટીમો બનાવવામાં આવી હતી. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ૨૪૧ મૃતકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. જાકે, એક મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો.
વિમાન દુર્ઘટનાના ત્રીજા દિવસે, ગુજરાત સરકારે મૃતદેહોને સંબંધીઓને સોંપવાનું કામ શરૂ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ માટે લગભગ એક હજાર લોકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. સરકારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એમ્બ્યુલન્સ બોલાવી છે. આ કાર્ય માટે કુલ ૧૯૨ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. એક એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર અને સહાયક સ્ટાફ હોય છે. સરકારે જાહેરાત કરી છે કે બધા મૃતદેહોને સંબંધીઓના ઘરે લઈ જવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં ૩૧ મૃતદેહોના ડ્ઢદ્ગછ મેચ થયા છે. તેમાંથી ૧૩ મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
ઝડપી માહિતી માટે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે દર ૨ કલાકે મેડિકલ બુલેટિન જારી કરવાની જાહેરાત કરી છે. આ માટે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૫૯૦ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ટીમ ૨૪/૭ મોડ પર કામ કરી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડીએનએ મેચ થઈ રહ્યો હોવાથી, કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર પ્રક્રિયા માટે, સરકારે ૨૩૦ લોકોના પરિવહન માટે એક અલગ ટીમ બનાવી છે. ઉદાહરણ તરીકે, જા કોઈ સંબંધી ૧૦ લોકો સાથે મૃતદેહ લેવા આવ્યો હોય, તો પરિવહન ટીમ ૧૦ લોકો હોસ્પિટલમાંથી કેવી રીતે જશે તેની વ્યવસ્થા કરી રહી છે. ગયા અઠવાડિયે ૧૨ જૂન ના રોજ, બોઇંગ ૭૮૭-૮ માં સવાર ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી એક સિવાયના બધા અને જમીન પર ૫ એમબીબીએસ વિદ્યાર્થીઓ સહિત ૨૯ અન્ય લોકો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટોમાં જ, વિમાન મેઘાણીનગર વિસ્તારમાં મેડિકલ કોલેજના કેમ્પસમાં પડી ગયું અને મોટા વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ.
વિમાન દુર્ઘટનામાં ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે અથવા વિકૃત થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી શક્ય નથી, તેથી અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ડીએનએ પરીક્ષણ દ્વારા ૧૨ જૂનના રોજ થયેલા એર ઇન્ડીયા વિમાન દુર્ઘટનામાં ૧૯ લોકોના મૃતદેહોની ઓળખ કરી છે.