અમદાવાદનું રિવર ફ્રન્ટ શહેરીજનોનું ફરવા માટેનું લોકપ્રિય સ્થાન બન્યું છે. રિવર ફ્રન્ટ પર લોકો વોકિંગ, સાઈકલિંગ અને બોટિંગનો આનંદ લે છે. પરંતુ વડોદરા હરણી તળાવ દુર્ધટના બાદ રાજ્યમાં અનેક સ્થાનો પર બોટિંગ એકટીવિટી બંધ કરવામાં આવી હતી. શહેરના રિવર ફ્રન્ટ પર આ ઘટનાનો પડઘો પડ્યો અને બોટિંગ બંધ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટના બાદ તળાવો પર થતી બોટિંગ એકટીવિટી મામલે કડક નીતિ અપનાવતા ર્દ્ગંઝ્ર ફરજીયાત બનાવવામાં આવ્યું. તંત્રની ઢીલી નીતિના કારણે બોટિંગ બંધ રહેતા નાગરિકો સજા ભોગવી રહ્યા છે. તંત્રના પાપે શહેરીજનો બાળકોના રજાના દિવસોમાં બોટિંગનો આનંદ માણી શકતા નથી.
સાબરમતી નદીના કિનારે આવેલ રિવર ફ્રન્ટ વિસ્તાર લોકોનું મનપસંદ સ્થાન છે. રિવર ફ્રન્ટ પર અનેક પ્રવૃત્તિઓ થાય છે. પરંતુ વડોદરા હરણી તણાવ દુર્ઘટનામાં શાળાના બાળકોના મોત થતા તંત્ર એલર્ટ થયું છે. જેના બાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઈડને બંધ કરવામાં આવી છે. પોલીસ વિભાગ તરફથી પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ રાઈડ શરૂ કરાશે તેવા આદેશ જારી કરાયા હતા. પરંતુ રિવરફ્રન્ટની રાઈડ માટે ૪ માસથી પોલીસે એનઓસીના આપતા બોંટિગ બંધ કરવામાં આવ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે બોટ ચાલક કોન્ટ્રાક્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટને પૂરતા નાણાંની ચૂકવણી ના થતા બોટિંગના પરવાના મામલે પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે. રિવરફ્રન્ટ પર વલ્લભસદન બોટિંગ પોઈન્ટ બંધ કરાયો છે. જણાવી દઈએ કે બોટિંગનો કોન્ટ્રાક્ટ યાહૂ એન્ટરપ્રાઈઝને આપવામાં આવ્યો છે. કંપનીએ નાણાંની ચૂકવણી ના કરતા તમામ બોટ અને પ્રોપર્ટી સીઝ કરી દેવામાં આવી છે.