અમદાવાદ મ્યુનિ.તંત્રે એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ યોજના ૩૧ મે સુધી લંબાવી છે. ૮થી ૩૦ એપ્રિલ સુધીમાં શહેરના ૪.૫૦ લાખ કરદાતાઓએ તેમનો પ્રોપર્ટી ટેકસ એડવાન્સમાં ભરતા મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસની રુપિયા ૬૦૨.૩૮ કરોડ આવક થઈ છે.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રુપિયા ૧૪૮.૨૬ કરોડ એડવાન્સ ટેકસ લોકોએ ભર્યો હતો.
એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ યોજના અંતર્ગત ૩૦ એપ્રિલ સુધીમાં શહેરના સાત ઝોનમાંથી કુલ ૪.૫૦ લાખ કરદાતાઓએ રીબેટ યોજનાનો લાભ લેતા મ્યુનિસિપલ તંત્રને એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ ફળી છે. પશ્ચિમ ઝોન પછી ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રુપિયા ૧૪૨.૭૯ કરોડ એડવાન્સ ટેકસની આવક થઈ છે.આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા ૮૯.૦૪ કરોડ, મધ્યઝોનમાંથી રુપિયા ૭૯.૪૯ કરોડ એડવાન્સ પ્રોપર્ટી ટેકસની આવક થઈ છે.ઉત્તરઝોનમાંથી રુપિયા ૪૭.૦૪ કરોડ, પૂર્વઝોનમાંથી રુપિયા ૪૯.૧૦ કરોડ તથા દક્ષિણઝોનમાંથી રુપિયા ૩૯.૩૪ કરોડ પ્રોપર્ટી ટેકસની આવક થવા પામી હતી.








































