અમદાવાદ મેમનગર સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણી સ્વરૂપ શ્રી
વચનામૃતની ર૦રમી જયંતિ પ્રસંગે વચનામૃત જયંતિ, ઘનશ્યામ મહારાજનો ર૬મો પાટોત્સવ અને અન્નકૂટોત્સવનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અડાલજ વાવના પવિત્ર જળને મેમનગર ગુરૂકુલના વિદ્યાર્થીઓ અને સંતોએ કાવડ મારફતે લાવી તે જળ સાથે ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, પંચગવ્ય વગેરેથી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૧પ૧ વાનગીઓનો ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.