ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર વાત્રક નદીના પુલ પાસે આજે બુધવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનાં ઘટના સ્થળે જ્યારે અન્ય એકનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. આ બનાવના સંદર્ભે ખેડા ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. ૪૮ પર વાત્રક બ્રીજ પાસે આજે બુધવારે સવારે એક અકસ્માત સર્જાયો હતો. જ્યાં વડોદરા તરફ જતી કારના ચાલકે એકાએક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર સીધી હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ હતી.
આ કારમાં ચાલક સહિત બે મહિલા અને બે પુરૂષો હતા. જેમાંથી એક કારમાં સવાર ઉદય મુકુંદભાઈ રાવલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ સિવાય કારમાં સવાર આનંદી ઉદય રાવલ અને મેહુલ પ્રકાશ જાશી ઈજાગ્રસ્ત થયાં હતાં. ડિવાઈડર સાથે અથડાવાના લીધે આ કારના આગળના ભાગનો લોચો વળી ગયો હતો. જે જાતા કાર સ્પીડમાં હોવાનું મનાઈ રહ્યું છે.
ઘટનાને પગલે ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે ખેડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી એકને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ ખેડા ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. કાર સુરેન્દ્રનગર જિલ્લાના પા‹સગની હોવાથી તેમજ સ્થળ પરથી મળેલા લાયસન્સ અનુસાર લોકો સુરેન્દ્રનગરના વતની અને જાશી પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું.
આ તમામ લોકો સુરેન્દ્રનગરથી વડોદરા તરફ જતાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. જા કે ક્યાં જવાના હતા તેમજ અન્ય ચોક્કસ માહિતી ઈજાગ્રસ્તોના નિવેદન લીધા પછી જ માલુમ પડશે તેમ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું.