અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરાયું છે. ૧૨ હજાર ૨૬૨.૮૩ કરોડનું બજેટ રજૂ કરાયું છે. અમદાવાદના બજેટમાં ૧૪૬૧ કરોડનો વધારો થયો છે. બજેટમાં ખાસ કોઈ વધારો કે જાગવાઈ મૂકવામાં આવી નથી. એકદમ સરળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રજૂ થયેલા બજેટ મુજબ એસજી હાઈવે ઉપર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. કમળની થીમ પર આધારિત આ વિવિધ રાજ્યોના ફૂલોની પ્રતિકૃતિ વાળું ગાર્ડન બનશે. ગાર્લેન્ડ ઓફ ઇન્ડીયા નામ આપવામાં આવ્યું છે. ફ્લાવર શોને જે રીતે પ્રતિસાદ મળ્યો છે તેને લઈને હવે શહેરીજનોને આ અદ્યતન ગાર્ડન મળશે. ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટની પ્રાથમિક સુવિધાઓ માટે ૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.
શહેરમાં ફૂડની એક અદ્યતન લેબોરેટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીજવસ્તુઓ ઉપરાંત હવે ફળ અને શાકભાજીઓનું પણ ટેસ્ટિગ કરવામાં આવશે. જા કેમિકલયુક્ત કોઈ પણ હશે તો તેની તરત માહિતી મળી રહેશે. મીઠાખળી ખાતે બે ટાવરના એક અર્બન હાઉસ આમાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનને નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા પ્રોપર્ટી ટેક્સમાં અગાઉ ૧૦ ટકા રિબેટ આપવામાં આવતું હતું. જેમાં ૧૨ ટકા રિબેટ આપવામાં આવશે. જે નાગરિકો એડવાન્સ ઓનલાઈન ટેક્સ ચૂકવશે તેમાં એક ટકા ઓનલાઇન એમ ૧૩ ટકા રીબેટ આપવામાં આવશે. જે ટેક્સ ધારકે સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવે તેને વધુ બે ટકા અને ઓનલાઈન ૧ ટકા આમ કુલ ૧૫ ટકા રીબેટ આપવામાં આવશે. એપ્રિલ મહિનાથી વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે એડવાન્સ ટેક્સની સ્કીમ મૂકવામાં આવશે.
જા કે વિપક્ષે બજેટને વિપક્ષે ૧૦માંથી ૧ માર્ક જ આપ્યો છે. વિપક્ષનું કહેવું છે કે, ભાજપના રાજમાં શહેર સ્વચ્છતાના ક્રમમાં નીચે ઉતરી રહ્યું છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ શાસકો નિષ્ફળ ગયાનો આરોપ લગાવ્યો છે.