બે દિવસ અગાઉ અમદાવાદમાં ૪૦૦૦ રૂપિયાની લાંચ લેવા ઝડપાયેલા પાલિકાના નિવૃત્ત અધિકારી જેવો જ એક ભ્રષ્ટાચારનો કિસ્સો હાલ સુરત મહાનગરપાલિકામાંથી પણ સામે આવ્યો છે. જ્યાં એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)એ કતારગામ ઝોનમાં એક ટ્રેપ ગોઠવીને ૫  હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા સુરત મહાનગરપાલિકાના કમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલો આ ભ્રષ્ટ કમ્પ્યુટર ઓપરેટરનું નામ રાહુલ રામઆષિશ પાલ (ઉંમર ૨૪) છે, જે કતારગામ ઝોન નોર્થ વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના આકારણી વિભાગમાં ફરજ બજાવે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનો આ ભ્રષ્ટાચાર કેસ એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ બહાર આવ્યો છે. ફરિયાદી નાગરિકે વર્ષ ૨૦૨૨માં પોતાના મકાનના નામ ટ્રાન્સફર કરવા માટે સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોન આકારણી વિભાગમાં અરજી કરી હતી. લાંબા સમયથી અરજી પેન્ડીંગ હોવાથી ફરિયાદી વારંવાર ઝોન ઓફિસમાં સંપર્ક કરી રહ્યા હતા. આ દરમિયાન સંલગ્ન પાલિકાના જ એક ક્લાર્કે ફરિયાદીની મુલાકાત ભ્રષ્ટ કમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલ સાથે કરાવી હતી.મુલાકાત દરમિયાન ફરિયાદી નાગરિકે રાહુલ પાલ સામે સમગ્ર સમસ્યા વર્ણવી, ત્યારે વેરાબીલમાં નામ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપતા કમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલે રૂ. ૫,૦૦૦/-ની માંગણી કરી હતી. જાકે આ લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ તરત જ ભ્રષ્ટાચાર સામે રાજ્યભરમાં સતત ઝુંબેશ ચલાવી રહેલી એન્ટી કરપ્શન બ્યુરો (છઝ્રમ્)નો સંપર્ક કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી, ત્યારે સુરત છઝ્રમ્એ તાત્કાલિક ફરિયાદ નોંધીને એક ટ્રેપ ગોઠવી હતી.આ દરમિયાન ગઈકાલે (૧૦ સપ્ટેમ્બર) પાલિકાના ભ્રષ્ટ કમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલે ફરિયાદીને વોટ્‌સએપ કોલ કરીને લાંચના પૈસા માટે નોર્થ ઝોન કતારગામ વિસ્તારમાં પાલિકાની ઓફિસ બહાર, વોર્ડ નં. ૬૩/છના વોશરૂમમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં છઝ્રમ્ના ટ્રેપ મુજબ ફરિયાદી યુવક આરોપી રાહુલ પાલને મળવા ગયો, ત્યારે આરોપી રાહુલ પાલે હેતુલક્ષી વાતચીત સાથે રૂ. ૫,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારી હતી. આ દરમિયાન એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને તેની સામેનો ગુનો સાબિત કરવા માટે તેની પાસેથી સંપૂર્ણ રૂ. ૫,૦૦૦/-ની રકમ પણ જપ્ત કરી હતી.નોંધનીય છે કે, બે દિવસ અગાઉ જ અમદાવાદમાં પણ મહાનગર પાલિકાના નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઇ પરમાભાઇ ડાભીને એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેણે અમદાવાદના વિરાટનગર વોર્ડના પ્રોપર્ટી ટેક્ષને લગતી આકારણીની કામગીરી માટે માંગ્યા હતા. જે કિસ્સામાં ફરિયાદીએ જણાવ્યા અનુસાર પહેલા ૧ હજારથી ૧૦ હજારની લાંચની માંગણી કરી હતી. જાકે ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત દરમિયાન તે રૂ. ૪ હજારની લાંચ લેતા પકડાયો હતો. ત્યારે હાલ સુરતમાંથી પણ જાહેર જનતાની સમસ્યા અગં તેમની મજબૂરીનો લાભ લઈને જરૂરી કામ કઢાવવાના બહાને લાંચ લેતા પાલિકાના ભ્રષ્ટ અધિકારીને એસીબીએ છટકું ગોઠવીને પકડી પાડ્યો છે.