અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટનાએ આખા માનવ સમાજમાં શોક અને દુઃખની લાગણી પ્રસરાવી દીધી છે. આ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર, અમરેલીના કોલેજ સર્કલ પાસે શ્રીવલ્લભ કરાઓકે ગ્રુપ દ્વારા એક ભક્તિ ગીતનો કાર્યક્રમ અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગ્રુપના સભ્યો રાજેશભાઈ ગાંધી, કિશનભાઈ ખેર, રશ્મીબેન પરમાર, દ્વારકેશભાઈ સોની, હિતેશભાઈ સેજુ, કાશ્મીરાબેન સોની, જગદીશભાઈ પ્રજાપતિ, મનીષભાઈ ડોડીયા, ભાનુબેન સલખના, દીપકભાઈ ભટ્ટ તેમજ અમરેલીના અનેક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને દિવંગત આત્માઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.