સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસ વિમાનોના ટેક-ઓફ અને લેડીંગમાં અવરોધરૂપ બનેલા બાંધકામોને લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને સખત વલણ અપનાવ્યું છે. એરપોર્ટની આસપાસના ૨૦ કિલોમીટર વિસ્તારમાં કરાયેલા એરોનોટિકલ સર્વે બાદ કુલ ૪૬ ઇમારતોમાંથી ૧૩ ઇમારતોના નડતરરૂપ ભાગો હજુ સુધી દૂર કરવાના બાકી છે. આ બાંધકામો ઓબ્સ્ટ્રક્શન લિમિટેશન સર્ફેસનું સીધું ઉલ્લંઘન કરે છે, જેના કારણે વિમાનોની સલામતીને જાખમ ઊભું થઈ શકે છે.
જાન્યુઆરી ૨૦૨૪માં ડીજીસીએ એરક્રાફ્ટ રૂલ્સ ૧૯૩૭ હેઠળ ૪૬ ઇમારતો સામે અંતિમ આદેશ જાહેર કર્યા હતા. જેમાં ૨૮ મકાન માલિકોએ આદેશનું સંપૂર્ણ પાલન કરીને વધારાના માળ કે ભાગો હટાવી દીધા હતા. ૪ કેસ અપીલમાં છે અને ૧ કેસ ફરી એરોનોટિકલ અભ્યાસ માટે મોકલાયો છે. બાકીની ૧૩ ઇમારતોના નડતરરૂપ ભાગો હટાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર છે.અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પગલે એરપોર્ટ ઓથોરિટીએ એએમસીને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે પછી એરપોર્ટની આસપાસ કોઈ પણ બિલ્ડીંગ યુઝ પરમિશન આપતા પહેલાં એરપોર્ટ ઓથોરિટીની સ્થળ તપાસ અને ક્લિયરન્સ ફરજિયાત રહેશે.ડ્ઢય્ઝ્રછએના નિયમો અનુસાર, એકવાર કોઈ ઇમારત કે તેનો ભાગ અવરોધરૂપ જાહેર થયા પછી તેને તોડી પાડવું ફરજિયાત છે. આ મામલે કોઈ છૂટ કે માફીની જાગવાઈ નથી.
એરપોર્ટની આસપાસ ૨૦ કિલોમીટરના વિસ્તારને કલર-કોડેડ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં રેડ ઝોનમાં કોઈ પણ નવું બાંધકામ કે ઊંચાઈ વધારવા માટે એએઆઇની એનઓસી ફરજિયાત છે. જ્યારે બેડ ઝોનમાં મંજૂર ઊંચાઈ કરતાં વધુ કોઈ માળખું બાંધવું હોય તો પણ ક્લિયરન્સ જરૂરી કરી. જીએસઆર ૭૫૧(ઈ) નિયમ-૪ મુજબ એરપોર્ટની સીમાથી ૧ કિમીની અંદરના કોઈ પણ રોડ કે રેલવે પ્રોજેક્ટ માટે ઊંચાઈ ક્લિયરન્સ ફરજિયાત છે.રનવેના એપ્રોચ અને ટેક-ઓફ વિસ્તારથી ૧,૫૦૦ મીટરની અંદર ઇએચટી,એચટી હાઈ ટેન્શન લાઈનો પૂર્ણપણે પ્રતિબંધિત છે.