અમદાવાદ શહેરની હદમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓને કાબૂમાં રાખવા પ્રયત્નશીલ અમદાવાદ પીસીબીએ લાખો રૂપિયાનો જુગાર પકડ્યો છે. શહેરના છેવાડે આવેલા ઓગણજ ગામની સીમમાં આવેલા ગ્રીન વુડ રિસોર્ટ ખાતેના એક ગોડાઉનમાં પીસીબીએ દરોડા પાડી રોકડ સહિત ૧૩.૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જુગાર રમતા ઝડપાયેલા શખ્સોમાં લીલાપુર ગામના પૂર્વ સરપંચ વિરમજી ઠાકોરનો પુત્ર રાકેશ ઉર્ફે લાલો મુખ્ય આરોપી તરીકે સોલા પોલીસ સ્ટેશનના ચોપડે ચઢ્યો છે. અત્રે નોંધનીય છે કે, હાલના લીલાપુર સરપંચ ઉષાબેન વિરમજી ઠાકોર ના પુત્ર સામે અગાઉ પણ જુગારના ત્રણેક કેસ નોંધાઈ ચૂક્યાં છે.અમદાવાદ શહેરની સરહદે તેમજ ગાંધીનગર જિલ્લાના સાંતેજ સહિતના વિસ્તારોમાં ભાડાની જગ્યા રાખીને ગેમ્બલરો જુગાર રમાડે છે. અઠવાડીયે, પંદર દિવસે જુગાર કલબનું સ્થળ બદલી દેવાની મોડસ આૅપરેન્ડી ધરાવતા લીલાપુરના મહિલા સરપંચના પુત્ર સહિતના ખેલીઓની માહિતી પીસીબી પાસે હતી. ધરપકડથી બચવા ફરતી જુગાર કલબ ચલાવતો રાકેશ વિરમજી ઠાકોર ઉર્ફ લાલો તેના કાકા બકાજી ઠાકોરની મદદથી સોલા ઓગણજ ગામ ખાતે આવેલા ગ્રીન વુડ રીસોર્ટમાં આવેલા આમકાર ફર્નિચર ઈવેન્ટ એન્ડ એÂક્ઝબિશનનું ગોડાઉન ભાડે રાખ્યું હતું. રાકેશ ઠાકોર ઉર્ફે લાલો ભાડા પેટે રોજના ૫ હજાર રૂપિયા બકાજી ઠાકોરને આપતો હતો. પાડોશના ગામ લીલાપુરના બકાજી ઠાકોર ડેકોરેશન ગોડાઉન સહિતના શેડમાં પગી તરીકે નોકરી કરે છે. પોલીસ ચોપડે ફરાર દર્શાવાયેલા ગોડાઉન માલિક વિકીની પોલીસે શોધખોળ આરંભી છે.જુગાર કલબમાં દરોડાની સૌથી મોટી સમસ્યા પોલીસ માટે રોકડ નહીં મળવાની હોય છે. મોટાભાગે જુગાર કલબમાં કાઈનથી લાખો/કરોડોના ખેલ ખેલાય છે. ડેકારેશન ગાડાઉનમાં દરોડા સમયે પીસીબીને દાવ પર લાગેલા અને અંગઝડતીમાંથી ૨.૮૨ લાખની રોકડ હાથ લાગી છે. આ ઉપરાંત ૧૬ મોબાઈલ ફોન, એક કાર અને ૪ ટુ વ્હીલર સહિતનો મુદ્દામાલ મળ્યો છે. પકડાયેલા ૧૭ ખેલીઓમાં શૈલેષ રાઠોડ આઠમી વખત, મહિલા સોનલ ઠાકોર ચોથી વખત અને પચાસ ટકા જેટલાં ખેલીઓ બેથી ત્રણ વખત જુગાર કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યાં છે.જુગાર કેસમાં કોની-કોની ધરપકડ થઈ ? રાકેશ ઉર્ફે લાલો સ/ઓ વિરમજી ઠાકોર (ઉ. ૩૨ રહે. ચામુંડાવાસ, લીલાપુર ગામ, તા. ઘાટલોડીયા, જિ. અમદાવાદ),ભરત અમરતજી ઠાકોર (ઉ.૩૯ રહે. મેલડી માતાનો વાસ, લીલાપુર ગામ, તા.ઘાટલોડીયા જિ.અમદાવાદ),શૈલેષ પધાજી ઠાકોર (ઉ.૨૯ રહે. ચામુંડા ચોક, સોલા ગામ, અમદાવાદ શહેર),વિજયકુમાર પ્રહલાદભાઇ પટેલ (ઉ. ૩૦ રહે. ડી/૨૦૪, સાહિત્ય હીલ, રોયલ રેસ્ટોરેન્ટ પાસે, એસપી.રીંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ),દિલીપજી બેચરજી ઠાકોર (ઉ.૪૦ રહે. ચામુંડાવાસ ગામ, લીલાપુર, તા. ઘાટલોડીયા, અમદાવાદ શહેર),નરેશકુમાર બાબુજી ઠાકોર (ઉ.૩૭ રહે. નીચાડોવાસ, દંતાલી ગામ, તા. કલોલ, જિ. ગાંધીનગર),શૈલેષભાઇ ડાહ્યાભાઇ રાઠોડ (ઉ. ૫૦ રહે. ૧૫૨/૧૧૯૭ ગુ.હા બોર્ડ કલાપીનગર મેઘાણીનગર, અમદાવાદ),અમીતકુમાર રાજેશભાઇ દેવીપુજક (ઉ.૩૩, રહે. ૯૦૬, ઇન્દીરા વસાહત, સોલાગામ, અમદાવાદ શહેર),વિનોદકુમાર કનુભાઇ ઠાકોર (ઉ. ૩૪ રહે. વાંચ ગામ તા. દસક્રોઇ જિ. અમદાવાદ),હરેશભાઇ ઉર્ફે પિન્ટુ સ/ઓ જયંતીલાલ શાહ (ઉ.૪૪ રહે. સી/૨૦૭ કેન્સાસ દેવસ્ય ફલેટ, મહાદેવનગર વ†ાલ, અમદાવાદ),કલ્પેશ કાળાજી ઉર્ફે ગુણવંત ઠાકોર (ઉ. ૩૦ રહે.ચકલાવાળો વાસ, લીલાપુર ગામ, તા. ઘાટલોડીયા, જિ. અમદાવાદ),ખોડાભાઇ ઉર્ફે ખોડો જીવણભાઇ દંતાણી (ઉ. ૨૪ રહે. રામાપીર મંદિર પાસે, જાસપુર ગામ, તા.કલોલ, જિ.ગાંધીનગર),દિપક ઉર્ફે કાળો સ/ઓ કાંતીજી ઠાકોર (ઉ.૩૦ રહે. જેહાજીનો વાસ, જમીયતપુર ગામ, તા. જિ.ગાંધીનગર),સાબીરશાહ સુબરાતીશાહ દિવાન (ઉ.૫૯ રહે.તકીયાવાસ જાગણી માતાના મંદિર પાસે, ખોરજ ગામ તા.જિ.ગાંધીનગર),કુણાલ ઉર્ફે પોપો સ/ઓ અશોકભાઇ પટેલ (ઉ.૨૮ રહે.માઠ વાસ, જમીયતપુરા ગામ, તા.જિ ગાંધીનગર),દિલીપજી ઉર્ફે બકાજી સ/ઓ ચમનજી ઠાકોર (ઉ.૩૮ રહે. ચકલાવાદ, લીલાપુર ગામ, તા.ઘાટલોડીયા જિ. અમદાવાદ),સોનલ તે કાંતિસિંહ કાળુસિંહ ઠાકોરના વિધવા (ઉ.૩૫ રહે. જાનકીધામ સોસાયટી, જાગણી માતાના મંદીર સામે, સીંગરવા ગામ, ઓઢવ, અમદાવાદ) સામેલ છે