અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં વાગડ ગામના ખુલ્લા ખેતરમાં દારૂનો જથ્થો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે વાગડ ગામના ખુલ્લા ખેતરમાં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.૪૨,૯૮,૬૮૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.તે સિવાય પાંચ વાહનો, સાત મોબાઈલ , રોકડ રકમ વગેરે મળીને કુલ રૂ. ૭૯,૫૨,૩૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.