અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં દીવાળીના પવિત્ર દિવસે વહેલી સવારે શુભ મુહૂર્તમાં ચોપડાપૂજન અને શ્રી લક્ષ્મીપૂજન સંપન્ન થયું. આશરે ૩૦૦ ઉપરાંત હરિભક્તો પૂજનમાં જોડાયા હતા. શાસ્ત્રી કૌશિકભાઈએ શાસ્ત્રીય વિધિ પ્રમાણે સમગ્ર પૂજન કરાવ્યું હતું. પૂજન બાદ ઠાકોરજીને ૨૫૧ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. શા. માધવપ્રિયદાસજીએ આરતી ઉતારી અન્નકૂટના દર્શન ખુલ્લા મુક્યા હતા અને આજના દિવસે ચોપડાપૂજન અને લક્ષ્મી પૂજનનો મહિમા સમજાવ્યો હતો.