(એ.આર.એલ),અમદાવાદ,તા.૧
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (કુરિયરથી ચાલતા આંતરરાષ્ટ ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અંદાજે સવા કરોડ રૂપિયાની કિંમતના વિદેશમાંથી આયાત થયેલા હાઇબ્રીડ ગાંજાને ઝડપ્યો છે.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ્સ તેમજ એકસાઇઝ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ આંતરરાષ્ટય ડ્રગ્સ કૌભાંડ પકડી પાડ્યું છે. અમદાવાદના શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સની હેરાફેરાનું કૌભાંડ ઝડપાયું છે.બેંગકોક, કેનેડા અનેરશિયાથી ઓનલાઇન કુરિયરમાં ડ્રગ્સ આવતું હતું. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ડ્રગ્સની ડિલિવરીના પુરાવા મળ્યા. ડ્રગ્સ માફિયાઓ રમકડામાં તથા વિટામિન કેપ્સ્યુલ્સમાં ભરીને ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ટીનેજર્સ અને યુવાધનને બરબાદ કરવાનું મસમોટું કૌભાંડ બેનકાબ થયું હતું. ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ધરપકડની કવાયત હાથ ધરી છે.
આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટ વિભાગને પણ જણાવ્યું છે કે આ પ્રકારના ડ્રગ્સના પાર્સલની શંકાસ્પદ હેરફેર પર તે નજર રાખે. કોઈપણ પાર્સલ જા તેને શંકાસ્પદ લાગે અથવા તો તેમા જરા પણ તકલીફ જેવું લાગે તો તે તરત જ પોલીસ વિભાગનું ધ્યાન દોરે. આ પાર્સલ ડ્રગ્સનું હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. આમ પોલીસે ડ્રગ્સના કારોબારીઓના વધુ એક રૂટને પકડી પાડતા હવે તેમને નવો રૂટ શોધવાની ફરજ પડી શકે છે.