એરપોર્ટ પર સતત પકડાતા દાણચોરીના સોના અંગે તે વાત સાબિત થઈ ગઈ છે કે એરલાઇનના સ્ટાફની સામેલીગીરી વગર અને એરપોર્ટ સિક્્યોરિટી સ્ટાફને જાડે ભેળવ્યા વગર તેની દાણચોરી કરવી શક્્ય જ નથી. અમદાવાદ એરપોર્ટ પર તાજેતરમાં થયેલા સોનાની દાણચોરીના છેલ્લા ભાંડાફોડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને ૧૪ નવેમ્બરે બાતમી મળી હતી કે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થનારી ફ્લાઇટની સીટમાં સોનું  છૂપાવવામાં આવ્યું છે. તેમને સીટના નંબર સાથે આ માહિતી મળી હતી. તેના પગલે એજન્સીએ કરેલી તપાસમાંથી સોનાની ચાર કેપ્યુલ મળી આવી હતી. આ કેપ્સ્યુલ લાવનારો મુસાફર અબ્દુલ નાસીર એરપોર્ટની ગ્રીન ચેનલ પર જ પકડાયો હતો. જા જરા પણ મોડું થયું હોત તો તે હાથમાં જ આવ્યો ન હોત.જા કે એજન્સીએ તેને પકડ્યો ત્યારે ખબર પણ ન હતી કે તેમને હાથમાં એક જ વખતના નહીં પણ સોનાના ખજાનાની ચાવી જ હાથમાં આવી જવાની છે. એજન્સીએ તેની ટેલિગ્રામ ચેટ કરી તો તે ચોંકી ઉઠી હતી. તેની ટેલિગ્રામ ચેટમાં ઈન્ડીગોના અધિકારીનું નામ, તેની સાથે ચેટ અને તેની સાથે જાડાયેલું આખું નેટવર્ક મળી આવ્યું હતું. આના પગલે તે વાતનો પર્દાફાશ થયો હતો કે ઈન્ડીગો એરલાઇન્સના બે સુરક્ષા અધિકારીઓની મદદથી છેલ્લા ચાર મહિનામાં ૧૨૦ ફ્લાઇટમાંથી ૧૦૦ કિલો કરતાં પણ વધુ સોનું પગ કરી ગયું છે. આ સોનાની ભારતીય કિંમત અંદાજે ૧૨૫ કરોડ રૂપિયા થાય છે. બંનેને પ્રતિ કિલો સોનાએ એકથી દોઢ લાખ રૂપિયા સુધીનું કમિશન મળતું હતું.આ બંનેની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ જેદ્દાહથી દુબઈ આવતા વિમાનોના ઇન્ટરનેશનલ રેમ્પ પરથી સોનું લઈ લીધા બાદ સીધા ડોમેસ્ટીક રેમ્પ પર ચાલ્યા જતા હતા. આ સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ટર્મિનલ પર જ રહેતું હોવાના કારણે રેમ્પ-ટુ-રેમ્પ પર હિલચાલ પર જતું જ ન હતુ. તેઓએ આ સ્થિતિનો જ ફાયદો ઉઠાવ્યો હતો. આ વ્યૂહરચનાના કારણે તેઓ ચાર મહિના સલામત રહ્યા હતા. પછી આ જ સોનાને તેઓ હેન્ડલરને સરદાર પટેલના બાવળા આગળ આપી દેતા હતા, કારણ કે ત્યાં સીસીટીવી ન હતા.આશ્ચર્યની વાત એ છે કે આ બંને અધિકારીઓ મ્ઝ્રછજી પાસ હોવાથી બંને અધિકારી આંતરરાષ્ટ્ર ીય અને ડોમેસ્ટીક રેમ્પ પર કોઈ ચેકિંગ વગર ફરી શકતા હતા. આના કારણે કોઈને શંકા જ ગઈ ન હતી. તેના કારણે આ રસ્તો જાણે ગોલ્ડ સ્મગલિંગનો હાઇવે થઈ ગયો હતો. બંને અધિકારી વૈભવી જીવનશૈલી જીવતા હતા. રાતની મીટિંગમાં રૂપિયાની લેતીદેતી થતી હતી. તેમની આ લાઇફસ્ટાઇલના કારણે જ એજન્સીને તેના પર શંકા ગઈ હતી. જા પેસેન્જર પાસેથી ટેલિગ્રામ ચેટ મળી ન હોત તો હજી પણ આ બધું ચાલતું જ હોત.