અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણચોરી ઝડપાઈ છે. એરપોર્ટ પર દાણચોરી ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. બેંગકોકથી આવેલી મહિલા પાસેથી ૬.૫ કરોડનો ગાંજા જપ્ત કરવામાં આવ્યો છે. ડીઆરઆઇએ બેંગકોકથી આવી રહેલી મહિલાની તપાસ હાથ ધરી હતી. બેંગકોકથી લાવવામાં આવેલા ગાંજા મળી આવતા મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા ૨ મહિનામાં અંદાજે ૨૦૦ કરોડનો ગાંજા દાણચોરીના કેસમાં જપ્ત કરવામાં આવ્યો છે.
બીજી તરફ આબુધાબીથી આવેલા મુસાફર પાસેથી મોંઘીદાટ વસ્તુઓ મળી આવી હતી. ૯૫૦૦ ગ્રામ શુદ્ધ કેસર તેમજ આઇફોન જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે ૧૫ આઇફોન જપ્ત કર્યા છે. અગાઉ પણ એન્ટીક ચીજ વસ્તુઓની દાણચોરી ઝડપાઈ હતી. દાણચોરીની તમામ વસ્તુઓ જપ્ત કરીને મુસાફરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ આ અગાઉ પણ અમદાવાદના એરપોર્ટ પરથી ૨ કરોડનું ડ્રગ્સ પકડાયું હતુ. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ૨ કરોડનો હાઈબ્રીડ ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જાવા મળ્યો હતો. થાઈલેન્ડથી હાઈબ્રીડ ગાંજા મંગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. એરપોર્ટ પર જ હાઈબ્રીડ ગાંજા સાથે એક ડ્રગ પેડલરની ધરપકડ કરાઈ છે.









































