દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં, મુસાફર જીન્સપેન્ટમાં ચોરખાનું બનાવી સોનાની દાણચોરી કરતો પકડ્યો છે. એમિરેટ્સ એરલાઇનની ફ્લાઇટ નં. ઇકે-૫૪૦ દ્વારા આવેલા એક ભારતીય મુસાફરને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી સોનાની પેસ્ટ મળી આવી હતી. મુસાફરે પહેરેલા જીન્સ પેન્ટના નીચલા ભાગમાં કપડાના બે સ્તરની વચ્ચે સોનાનો પાવડર-પેસ્ટ છૂપાવી હતી. કસ્ટમ વિભાગે, સોનાનો પાવડર-પેસ્ટ બહાર કાઢીને તેને સોનામાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો.કસ્ટમ વિભાગે ૫૯.૭૦ લાખ નું સોનું જપ્ત કર્યું છે. કસ્ટમ વિભાગને એક બાતમી મળી અને તે બાતમી પર કાર્યવાહી કરી.અમદાવાદ એરપોર્ટ પર ૪૯૨ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર એક મુસાફર ઉતર્યો ત્યારે સોનાની દાણચોરીની એક નવી પદ્ધતિ બહાર આવી છે. મુસાફર કસ્ટમ વિભાગની સતર્ક નજરથી બચી શક્યો ન હતો.અમદાવાદ કસ્ટમ વિભાગે દુબઈથી આવતા એક ભારતીય મુસાફરને અટકાવ્યો અને તેની તપાસ કરી અને જીન્સના બે સ્તરો વચ્ચે પાવડર-પેસ્ટના રૂપમાં છુપાયેલું ૪૯૨ ગ્રામ સોનું મળી આવ્યું, જેની કિંમત ૬૦ લાખ છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરનો મુસાફર શનિવારે સવારે દુબઈથી એમિરેટ્સ એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યો હતો.સોનાની દાણચોરી માટે તેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં કસ્ટમ અધિકારીઓએ એક મુસાફરના અંગત અને સામાનની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, તેના જીન્સના નીચેના ભાગમાં કપડાંના બે સ્તરો વચ્ચે છુપાયેલો સોનાનો પાવડર-પેસ્ટ મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગે ૧૯૬૨ના કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું જપ્ત કર્યું હતું અને વધુ તપાસ શરૂ કરી છે.










































