અમદાવાદ એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી, છ્જીએ શુક્રવારે એર ઇન્ડિયાના વિમાનના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (ડીવીઆર) શોધી કાઢ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. વિમાન દુર્ઘટનાના કારણો શોધવા માટે આ બંને ઉપકરણો ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા છે. એર ઇન્ડિયાના ‘બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર’ વિમાનના કાટમાળમાંથી ડીવીઆર મળી આવ્યું હતું, જે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું અને નજીકમાં આવેલી હોસ્ટેલમાં જઇને પડ્યું હતું.
પ્લેનનો પાછળનો ભાગ મેઘાણી નગરમાં બીજે મેડિકલ કોલેજના યુજી હોસ્ટેલ મેસ પર પડ્યો હતો, જેના કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું અને અંદર હાજર ૨૪ મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઘણા મેડિકલ અને ન‹સગ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળે હાજર ગુજરાત એટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ એક ડીવીઆર છે, જે અમે કાટમાળમાંથી મેળવ્યો છે. ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ટીમ ટૂંક સમયમાં અહીં આવશે અને ઉપકરણની તપાસ કરશે, જે અકસ્માત તરફ દોરી જતી ઘટનાઓના ક્રમ વિશે મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે.’
ડીવીઆર અને બ્લેક બોક્સ મળવાથી દુર્ઘટનાની છેલ્લી ક્ષણોમાં શું બન્યું તેની માહિતી એકઠી કરવામાં મદદ મળશે. ગુરુવારે અમદાવાદમાં થયેલા આ ભયાનક વિમાન દુર્ઘટનામાં ૨૬૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-૧૭૧ લંડનના ગેટવિક એરપોર્ટ માટે ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરી હતી. મુસાફરોમાં ૧૬૯ ભારતીય નાગરિકો, ૫૩ બ્રિટિશ નાગરિકો, ૭ પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે, જ્યારે ફ્લાઇટમાં બે પાઇલટ સહિત કુલ ૧૨ ક્રૂ સભ્યો હાજર હતા.જેમાંથી માત્ર એક જ વ્યક્તિ બચી શકયો હતો આ ઉપરાંત જે ઇમારતમાં વિમાન તુટી પડયું હતું ત્યાં પણ ડોકટરો જમી રહ્યાં હતાં ત્યારે અહીં હાજર રહેલા ડોકટરો પણ મૃત્યું પામ્યા છે
અહીં અમે તમને જણાવીએ છીએ કે ડ્ઢફઇ અને બ્લેક બોક્સ વચ્ચે તફાવત છે. ડીવીઆર (ડિજિટલ વિડિયો રેકોર્ડર) અને બ્લેક બોક્સ બંનેમાં ડેટા રેકોર્ડ કરવાનું કાર્ય હોય છે, પરંતુ ડ્ઢફઇ સામાન્ય રીતે સુરક્ષા કેમેરામાંથી ફ્લાઇટ વિડિયો રેકોર્ડ કરે છે, જ્યારે બ્લેક બોક્સ ફ્લાઇટ ડેટા અને કોકપીટ ઓડિયો રેકોર્ડ કરે છે. ડ્ઢફઇ ઘણીવાર દેખરેખ હેતુ માટે સુરક્ષા કેમેરામાંથી વિડિઓ ફૂટેજ રેકોર્ડ કરે છે. ડ્ઢફઇમાંથી રેકોર્ડ કરાયેલ વિડિઓ ડેટા સામાન્ય રીતે હાર્ડ ડ્રાઇવ અથવા ક્લાઉડ સ્ટોરેજ પર સંગ્રહિત થાય છે. ડ્ઢફઇ મુખ્યત્વે વિઝ્યુઅલ ડેટા રેકોર્ડ કરે છે. બીજી બાજુ, બ્લેક બોક્સ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) ફ્લાઇટ ડેટા જેમ કે એરક્રાફ્ટની ગતિ, ઊંચાઈ, એન્જીન થ્રસ્ટ, વગેરે અને કોકપીટ ઓડિયો (પાઇલટ વાતચીત) રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સમાં વિશિષ્ટ રેકોર્ડર્સનો ઉપયોગ કરવામાં આવે છે જે મોટા અકસ્માતની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના જણાવ્યા અનુસાર, ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ વિમાને એર ટ્રાફિક કંટ્રોલને ‘મેડે’કોલ આપ્યો, જે એવિએશનમાં કટોકટીનો સંકેત છે. પરંતુ ત્યારબાદ વિમાને એટીસીના કોલનો કોઈ જવાબ આપ્યો નહીં અને થોડી જ ક્ષણોમાં તે મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ એજન્સીઓએ બ્લેક બોક્સ શોધવાની કામગીરી શરૂ કરી હતી. જે બ્લેક બોક્સ ૨૮ કલાક બાદ મળી આવ્યું હોવાના સમાચાર છે, આ બ્લેક બોક્સ ડીજીસીએ અને એરક્રાફ્ટ એકસીડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરોની ટીમને સોંપવામાં આવશે, જે તેનું વિશ્લેષણ કરીને દુર્ઘટનાનું સાચું કારણ શોધશે.
બ્લેક બોક્સ એ વિમાનનું એક મહત્વનું ઉપકરણ છે, જે દુર્ઘટનાના કારણો શોધવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બ્લેક બોક્સને ફ્લાઇગ રેકોર્ડર પણ કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઈસ રેકોર્ડર આ બંને ઉપકરણો સંયુક્ત રીતી શૂઝ બોક્સના કદનું ઉપકણ બનાવે છે. આ ઉપકરણ વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જીનની સ્થિતિ, ફ્લૅપ્સની પોઝિશન અને અન્ય તકનીકી માહિતી રેકોર્ડ કરે છે. તેમાં ૨૫ કલાકનો રેકો‹ડગ સ્ટોરેજ હોય છે. આ ઉપકરણ પાઈલટ અને કંટ્રોલ રૂમ વચ્ચેની વાતચીત, તેમજ કોકપીટમાં થતી ચર્ચાઓ અને આસપાસના અવાજો રેકોર્ડ કરે છે. તે સ્વીચ અને એન્જીનના અવાજો પણ રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સ અત્યંત મજબૂત હોય છે અને ૧૧૦૦ ડિગ્રી સેલ્સીયસની આગ, ૬,૦૦૦ મીટર ઊંડા સમુદ્રનું દબાણ અને ભારે આઘાત સહન કરી શકે છે. આ ઉપકરણો દુર્ઘટનાની છેલ્લી ક્ષણોની વિગતો પૂરી પાડે છે, જેનાથી તકનીકી ખામી, પાઈલટની ભૂલ કે બાહ્ય કારણોનો ખ્યાલ આવે છે. નામ પ્રમાણે બ્લેક બોક્સ બ્લેક (કાળા) રંગનું નથી હોતું. તેનો રંગ નારંગી હોય છે, જેથી દુર્ઘટનાના કાટમાળમાં તેને સરળતાથી શોધી શકાય છે.








































