વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્‌ઘાટન કરશે. નવા વર્ષે રામ મંદિરને સામાન્ય જનતા માટે સત્તાવાર રીતે ખોલવાને કારણે, અયોધ્યા શહેરમાં હિન્દુ તીર્થયાત્રીઓની મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે, ભગવાન રામની અયોધ્યા નગરીના દર્શનને લઈને શ્રદ્ધાળુંઓ ખુબ ઉત્સાહિત છે, ત્યારે અમદાવાદ અને અયોધ્યા વચ્ચે સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ્‌સ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ-અયોધ્યા વચ્ચે પ્રથમ ફ્લાઇટનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ એરપોર્ટ પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે. રામ, લક્ષ્મણ, જાનકીની જેમ હવાઇ મુસાફરો તૈયાર થયા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પ્રથમ ફ્લાઇટમાં વિદેશથી આવેલા મુસાફરોએ પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ આ ભવ્ય મંદિરનું ઉદ્‌ઘાટન કરશે. નવા વર્ષે રામ મંદિરને સામાન્ય જનતા માટે સત્તાવાર રીતે ખોલવાને કારણે, અયોધ્યા શહેરમાં હિન્દુ તીર્થયાત્રીઓની મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે, ભગવાન રામની અયોધ્યા નગરિના દર્શનને લઈને શ્રદ્ધાળુંઓ ખુબ ઉત્સાહિત છે, ત્યારે અમદાવાદ અને અયોધ્યા વચ્ચે સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ્‌સ શરૂ કરવામાં આવી છે.
અયોધ્યામાં નવા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. માહિતી અનુસાર ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન ૧૧ જાન્યુઆરીથી થશે. ઈન્ડીંગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.
માહિતી અનુસાર આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના એરપોર્ટ પર થશે. આ ફ્લાઈટ માટે ભક્તોએ મહત્તમ ભાડું ૩૯૯૯ જ ચૂકવવાનું રહેશે. ફ્લાઈટ ઓછામાં ઓછા ૧ કલાક અને ૫૦ મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે.
૨૩ જાન્યુઆરીથી જ્યારે સામાન્ય શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્ય આવશે, ત્યારે તેઓને કોઇ પણ મુશ્કેલી પડશે નહીં, વિમાનની મુસાફરી હોય કે પછી રેલવેની, ભક્તો માટે અયોધ્યામાં સૌથી સારી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.