વિજયાદશમીના ઉત્સવની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.ધર્મ, પ્રાંત, પરંપરા અને માન્યતાઓ અનુસાર લોકો વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે.લોકો દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગતા હોય છે. તેમાં પણ અમદાવાદીઓ ફાફડા અને જલેબીની જિયાફત માણવામાં પાછા નથી પડતા. આજે વહેલી સવારથી જ ફાફડા-જલેબીની દુકાનો પર લાંબી લાઇનો જાવા મળી હતી
અમદાવાદમાં દશેરાના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં ઠેર-ઠેર ફાફડા-જલેબીનું વેચાણ કરવામાં આવ્યું હતું અને શહેરીજનો સવારથી જ ફાઉડા જલેબી લેવા ઉમટી પડયા હતાં આજના દિવસે કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થયુ હતું. ઓનલાઈન ઓર્ડરની પણ ખૂબ ડિમાન્ડ જાવા મળી હતી. મહત્વનું છે કે આ વર્ષે ગાઠિયા જલેબીના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ફાફડા ૭૪૦, જલેબી ૮૪૦ રૂપિયા ભાવ વધ્યા છે.
આ ઉપરાંત આજે દશેરાને કારણે અનેક લોકોએ વાહનોની ખરીદી કરી હતી જયારે કેટલાક લોકોએ પોતાના નવા વેપાર ધંધાનો પ્રારંભ કર્યાે હતો