નવરાત્રી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી માટે કપડાં ખરીદવા બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. અમદાવાદમાં ચણિયાચોળી માટે સૌથી મોટી બજાર મનાતા લો ગાર્ડન બજારમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણાં, કપડાં સહિતની વસ્તુઓ ખરીદવા માટે જતા જાવા મળી રહ્યા છે.
અમદાવાદ લા ગાર્ડન ચણીયા ચોળી બજારમાં નવરાત્રીમાં નાના બાળકોથી લઈ મોટા લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેડિશનલ આઉટ ફીટ જાવા મળી રહ્યા છે. નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા, યુવાનો માટે કુર્તા-પજામા અને યુવતીઓ માટે ચણિયાચોળી બજારમાં જાવા મળી રહી છે.
લો ગાર્ડન બજારમાં ૩ થી ૮ વર્ષના બાળકોના કપડાં ૪૦૦ થી લઈને ૧ હજાર રૂપિયા સુધીની કિંમતના છે. જ્યારે ૮ થી ૧૨ વર્ષના બાળકોના ટ્રેડિશનલ કપડા ૧ હજારથી ૧૫૦૦ રૂપિયા સુધીના જાવા મળે છે. છોકરાઓ માટે ૮૦૦ થી લઈ ૧૫૦૦ સુધીના કુર્તા-પજામા, જ્યારે છોકરીઓ માટે ૧૨૦૦-૧૫૦૦ થી માંડીને ૪ હજાર
આભાર – નિહારીકા રવિયા સુધીની ચણિયાચોળી લો ગાર્ડન બજારમાં જાવા મળી રહી છે.
દર વખતે નવરાત્રીના ટ્રેડિશનલ કપડામાં અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ જાવા મળતા હોય છે. ત્યારે આ વર્ષે લોકો સાથે સીધી વાત કરતા છોકરીઓ મોટી સંખ્યામાં સિમ્પલ અને વિન્ટેજ ચણિયાચોળી પસંદ કરી રહી છે. જેમાં બ્લાઉઝ અને ચણીયો એકદમ સિમ્પલ હોય અને દુપટ્ટો ભરચક હોય તે પ્રકારની માંગ આ વખતે વધુ જાવા મળી રહી છે.
જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઈનર પૌરવી જાશીએ પણ જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રીમાં વિન્ટેજ ચણિયાચોળીનો વધુ ટ્રેન્ડ જાવા મળી રહ્યો છે, ત્યારે જમીની વાસ્તવિકતા પણ એ જ છે. લોકો સાથે વાત કરતા પણ એ જ જાણવા મળ્યું કે આ વખતે છોકરીઓમાં વિન્ટેજ ચણિયાચોળીની વધુ માંગ છે.છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં પાઘડી પહેરવાનો અનોખો ક્રેઝ રહ્યો છે. ત્યારે લો ગાર્ડન બજારમાં યુવાનો માટે પાઘડી અને ટ્રેડિશનલ ભરતકામ કરેલી ટોપીઓ પણ જાવા મળી રહી છે, જેની કિંમત ૨૦૦ થી માંડીને ૫૦૦ સુધીની છે.
ટ્રેડિશનલ કપડા સાથે-સાથે લો ગાર્ડન બજારમાં નવરાત્રી માટે ધોતી, ઝભ્ભો, મોજડી, છત્રી, પાઘડી, કેડીયા, કમર બંધ અને ટોપી વગેરે મળી રહે છે. જ્યારે બહેનો માટે ચણિયાચોળી, કમરબંધ, બાજુબંધ, પગના અને હાથના પોચા સાથે અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન પણ જાવા મળી રહી છે.