દેશમાં ભલે કોરોનાનાં કેસ ઓછા નોંધાઇ રહ્યા હોય તેમ છતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતની વાતી કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે, આ વચ્ચે અમદાવાદ શહેરથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
અમદાવાદમાં ૪ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા છે. જે બાદથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ ૪ વિદ્યાર્થીઓમાં ૩ નિરમા વિદ્યાવિહારનાં હોવાનુ સામે આવી રહ્યુ છે. વળી એક વિદ્યાર્થી ઉદગમ સ્કૂલનો હોવાનુ કહેવાઇ રહ્યુ છે. આ વિદ્યાર્થીઓમાં ૩ વિદ્યાર્થીઓ ધોરણ ૫,૯ અને ૧૧ નાં વર્ગમાં હોવાનુ કહેવાઇ રહ્યુ છે. કોરોનાનાં કેસ સામે આવ્યા બાદ આ બન્ને શાળાઓને એક અઠવાડિયા માટે બંધ રાખવાનાં આદેશ આપવામાં આવ્યા છે. સાવચેતીનાં ભાગરૂપે આ શાળાઓમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેમા હવે લોકો વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો રોગ આવી રહ્યો છે. જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીનાં તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે, તેમજ દિવાળી પછી લોકોની બેદરરીના કારણે કેસોમાં સતત દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. પણ કોરોનાનાં નવા વેરિઅન્ટનાં કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાનાં ૬૦ કેસ સામે આવ્યા હતા.