અમદાવાદ શહેરમાં હિંદુઓથી પાસેથી મિલકત ખરીદવા મુસ્લીમોએ ૧૩૨૯ અરજીઓ છેલ્લા ૨૦૨૦-૨૪માં કરી હતી, જેની ૮૧૭ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને ૫૧૨ અરજીઓ નામંજૂર કરાઈ હતી. અમદાવાદમાં ૩૧ વિસ્તારોમાં ૧૧૭૧ જગ્યાઓને અશાંત ધારા હેઠળ મૂકાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ શહેરમાં વિવિધ કારણોસર ૫૧૨ અરજીઓ નામંજૂર કરાઈ હતી. જા મુસ્લીમોએ હિંદુઓ પાસેથી મિલકત (ઘર કે દુકાન) ખરીદવી હોય તો કલેક્ટર કચેરીએથી મંજૂરી લીધા બાદ નામે થઈ શકે છે. નહીંતર સોદો રદ થાય છે, તેમજ કોઈ દબાણ કે ઓછી જંત્રીનાં આધારે વેચાણ ન થતું હોય વગેરેની ચકાસણી કરાય છે. પોલીસ પાડોશીઓનાં નિવેદનો લે છે, જેથી તેમની સમસ્યાઓ પણ જાણી શકાય છે, કમિટીના સભ્યોનો પણ અભિપ્રાય લેવાયા બાદ મિલકતનો સોદો મંજૂર કે રદ કરાય છે.
અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.
જે વિસ્તારમાં અશાંત ધારો લાગૂ કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જા મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.
વર્ષ અરજી મંજૂર નામંજૂર
૨૦૨૪ ૩૨૦ ૧૯૮ ૧૨૨
૨૦૨૩ ૨૯૦ ૧૭૩ ૧૧૭
૨૦૨૨ ૩૩૪ ૨૧૩ ૧૨૧
૨૦૨૧ ૧૯૮ ૧૨૧ ૭૭
૨૦૨૦ ૧૮૭ ૧૧૨ ૭૫
કુલ ૧૩૨૯ ૮૧૭ ૫૧૨









































