અમદાવાદના ઝવેરીવાડમાં આવેલી ‘બેરા જ્વેલ્સ’ શોપમાં થયેલ રૂ. ૧.૧૯ કરોડની જ્વેલરી ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ચોરી કોઈ બાહ્ય વ્યÂક્તએ નહીં, પરંતુ દુકાનમાં છેલ્લા ૧૫ દિવસથી કામ કરતો પટ્ટાવાળો શાહરુખદીન કમલુદ્દીન મીરે જ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.પોલીસને બાતમી મળી હતી કે શાહરુખદીન સુરતના સારોલી વિસ્તારમાં જાવા મળશે. તેના હાવભાવ અને કપડાંના વર્ણનના આધારે પોલીસે કુંભારિયા ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવીને તેને પકડી લીધો હતો.