અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથને ૧૦૮ કળશમાંથી જળ ચઢાવવામાં આવે છે. ૨૭ જૂને રથયાત્રા કાઢવામાં આવશે. આ રથયાત્રા માટે અમદાવાદમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની સજાવટ, રથની તૈયારી વગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રથયાત્રા પહેલા જળયાત્રા કાઢવામાં આવશે. જેના માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ જલયાત્રા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સંતો અને રાજકીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
શહેરમાં રસ્તામાં જળયાત્રા અંગે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ જળયાત્રામાં સાબરમતી નદીનું પાણી લાવી મંદિરમાં રાખવામાં આવે છે. ભગવાનને ઠંડક મળે તે માટે ૧૦૮ કળશમાં પાણી ભરી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાનને ઠંડુ કરવા માટે આ ૧૦૮ કળશમાં નદીનું પાણી લાવી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે.