અમદાવાદમાં સગીરાને માડલ અને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યપારના રેકેટનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે ૩ મહિલાઓની ધરપકડ કરી છે. ૧૬ વર્ષની સગીરાને મુંબઈમાં ફિલ્મની હિરોઈન બનાવવાની લાલચ આપી અપહરણ કરી દેહ વ્યપારમાં ધકેલી હતી. આ રેકેટમાં અનેક યુવતીઓ ફસાઈ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. વટવા પોલીસે મહિલા આરોપી અફસાનાબાનું શેખ, સિરીનાબાનુ શેખ અને ઝરીનાબાનુ શેખની ધરપકડ કરી છે. આ ત્રણે મહિલાઓ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે. જેણે એક સગીરને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વેપાર ધકેલી દીધી છે.
ઘટનાની વાત કરીએ તો ૧૦ ઓગસ્ટના રોજ સગીરા ગુમ થઈ હોવાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સગીરાની માતાને વટવામાં રહેતી અફસાનાબાનું શેખ પર શંકા વ્યક્ત કરી હતી. જેની તપાસ વટવા પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના રેકેટ ઝડપી પાડ્યું છે. આ રેકેટમાં અફસાનાબાનુ સાથે દાણીલીમડા સિરીનાબાનુ શેખ અને રીલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલા છે. આરોપી સગીરાને મોડલ અને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને વિશ્વાસ કેળવીને અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી હતી. વટવા પોલીસે સગીરાને આરોપી મહિલા ઝરીનાના ઘરેથી સગીરાને સલામત છોડાવી ત્રણેય મહિલા આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે છેલ્લા ૩ મહિનાથી દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા. મુખ્ય સૂત્રધાર અફસાના બાનુએ સગીરાને પોતાનો ભાઈ દુબઈમાં મોડલિંગનું અને મુંબઈમા સિરિયલ લાઈનમા લઈ જવાના બહાને સગીરાનું અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. જેમાં જુદી જુદી હોટલમાં ગ્રાહકો સાથે મોકલતા હતા. આ દરમિયાન સગીરાને શારીરીક સક્ષમ રાખવા કોરેક્ષ પીવડાવી નશામાં રાખતા હતા. આ સગીરા મહિલા આરોપીથી કંટાળીને ૨૨ જુલાઈના રોજ પોતાના વતન નાસી ગઈ હતી ત્યારે મહિલા આરોપીએ સગીરાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરત બોલાવી હતી. સગીરા ૮ ઓગસ્ટના રોજ પોતાના ઘરે અમદાવાદ આવી હતી અને ૧૦ ઓગસ્ટના રોજ ફરીથી ઘરે નીકળી ગઇ હતી. ત્યાર બાદ ફરિયાદ નોંધાતા હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે પકડાયેલ મહિલા આરોપીમાં દેહ વેપારમાં છેલ્લા ધણા સમયથી સંકળાયેલી છે.