અમદાવાદ શહેરમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે આનંદનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. આનંદનગર વિસ્તારમાં આવેલી ખાનગી બિલ્ડીંગમાં ચાલતી કોર્પોરેટ ઓફિસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ડબ્બા ટ્રેડિંગ કરતા ૩ આરોપીની ધરપકડ કરી છે.
ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ ટોમી ઊંઝા સહિત ૭ આરોપી ફરાર થયા હોવાનું સામે આવી રહ્યું છે. ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ ટોમી ઊંઝા વિરૂદ્ધ અનેક પોલીસ મથકોમાં ગુના નોંધાયો છે. આ અગાઉ પણ અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો. પાલડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કારમાં બેસી ડબ્બા ટ્રેડિંગ કરતા બે ઈસમોની ધરપકડ કરી હતી.