અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આજે સવારે એક કરુણ ઘટના બની છે. પરમાનંદની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ નવ વર્ષની બાળકીને ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું છે. ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને ડ્રાઈવરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૃતક બાળકીની ઓળખ ફાતિમા કૌસર શાહબુદ્દીન શેખ તરીકે થઈ છે. તે સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતી હતી. આજે સવારે તે સાઇકલ લઈને સ્કૂલ જતી હતી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડીએ ટક્કર મારી અકસ્માત કરતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ છસ્ઝ્ર કચરાની ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘટનાની જાણ થતા ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કચરાની ગાડીના ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. અકસ્માત બાદ કચરાની ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેના કારણે આ બાળકી નીચે પટકાઈ અને તેનું મૃત્યુ થયું હતું. ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.