અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં બે અલગ અલગ એફઆઇઆર દાખલ થઈ છે. આ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા અલગ-અલગ ૨ એફઆઇઆર નોંધાઈ છે. જેમાં પ્રથમ ફરિયાદ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની નોંધવામાંઆવી છે. જ્યારે બીજી ફરિયાદ શાળામાં તોડફોડ કરનાર ટોળા વિરુદ્ધ નોંધાઈ છે.હત્યાના વિરોધમાં ૫૦૦ લોકોના ટોળા દ્વારા કરવામાં આવેલી તોફોડને લઈને બીજી ફરિયાદ નોંધવામાં આવી છે.જેમાં શાળા સંચાલકોએ ૧૫ લાખના નુકસાનની નોંધાવી ફરિયાદ છે.આ સમગ્ર મામલે જેસીપી કૃણાલ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તે સિવાય હત્યાને લઈને અફવાઓ ન ફેલાવવા જેસીપી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. તે સિવાય કેસ મામલે કાયદાના સંઘર્ષમાં આવેલા ૨ કિશોરની અટકાયત કરવામાં આવી છે.જેમાં સ્કૂલના ધો. ૮અને ધો. ૧૦ના ૨ કિશોરની અટકાયત કરવામાં આવી છે. બીજીતરફ આ મામલામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.