અમદાવાદમાં સાળાએ બનેવીનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે. આમ અમદાવાદ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. અમદાવાદના માધુપુરા લાલાકાકા હોલ પાસે આ ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં સાળાએ બનેવીનું ઢીમ ઢાળી દીધું હતું.

આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સાળા અભિષેક પરમારે બનેવી આકાશ મકવાણાની નિર્મમ હત્યા કરી છે. હત્યા કરીને સાળો ફરાર થયો છે. સાળાબનેવી બંને સુરેન્દ્રનગરના હતા. બંને સાળો બનેવીને અમદાવાદ આવ્યાને માંડ પંદર દિવસ જ થયા હતા. પોલીસે હત્યારા સાળાને ગણતરીનાકલાકોમાં ઝડપી લીધો હતો.

હવે પોલીસ તપાસ કરી રહી છે કે સાળાએ કયા કારણસર તેના બનેવીની હત્યા કરી છે. આ હત્યા ક્ષણિક આવેશમાં આવીને કરવામાં આવી છે કે પછી આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. તેમા બંને જણને અમદાવાદ આવ્યે માંડ ૧૫ દિવસ જ થયા હતા. તેથી હત્યા પાછળના કારણોની પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે આ માટે વધુ પૂછપરછ કરવા હત્યારા સાળાને કોર્ટમાં રજૂ કરીને તેના વધુ દિવસોના રિમાન્ડ મેળવવાની છે. હત્યારા સાળા પર પોલીસે ૩૦૨ની મનુષ્ય વધની કલમ લાગુ કરી છે. આ સાથે પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રને પણ જપ્ત કર્યુ છે. તેની સાથે પોલીસ આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરનારી છે.

પોલીસ આ ઉપરાંત સુરેન્દ્રનગરનો સંપર્ક પણ સાધે તેમ મનાય છે. પોલીસનું માનવું છે કે કદાચ તેના અંગેની વિગતો ત્યાંથી પણ મળી શકે છે. તેથી અમદાવાદ પોલીસે સુરેન્દ્રનગરનો પોલીસનો પણ આ મુદ્દે સંપર્ક સાધ્યો છે. તેથી આગામી દિવસોમાં આ કેસને લઈને પોલીસને વધુને વધુ માહિતી મળે તેમ માનવામાં આવે છે. પોલીસે આ કેસનો વહેલામાં વહેલા ઉકેલ લાવવા માટે બધી જ દિશામાં ચક્રો ગતિમાન કર્યો છે. પોલીસનું માનવું છે કે ગુનેગારે હત્યા કરી હોવાથી તેને આકરામાં આકરી સજા કરવા થાય તેવો કેસ બનાવશે.